મોરબીમાં દારૂની કુલ ત્રણ રેડ: બે બોટલ અને ત્રણ બિયર સાથે ત્રણ શખ્સ પકડાયા
મોરબીમાં ઊંચી માંડલ ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત
SHARE
મોરબીમાં ઊંચી માંડલ ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત
મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતો યુવાન નીચી માંડલ તથા ઉચી માંડલ વચ્ચે આવેલ બાપા સીતારામ હોટલ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કાર ચાલકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માતમાં બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને કાર ચાલક અકસ્માત સર્જીને સ્થળ ઉપર પોતાની કાર મૂકીને નાસી ગયેલ હોય આ બનાવમાં મૃતક યુવાનના ભાઈએ નોંઘાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ ધાયડી વિસ્તારમાં રહેતા મેહુલભાઈ મનસુખભાઈ ઝાલોડીયા (37) એ કાર નંબર જીજે 3 એચ એ 3244 ના ચાલક સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, તેનો ભાઈ બાઈક નંબર જીજે 36 એએચ 7030 લઈને ઉંચી માંડલ પાસે આવેલ બાપાસીતારામ હોટલ આવેલ ગેરેજેથી મહેન્દ્રનગર ગામે આવેલ તેના ઘરે જઈ રહ્યો હતો દરમિયાન બાપા સીતારામ હોટલ પાસે કાર ચાલકે તેના બાઈકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈને માથામાં તથા શરીરે ઇજા થવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને કારચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો જેથી મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.