મોરબીમાં ઊંચી માંડલ ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત
મોરબી ખેડુતોનાં સંપૂર્ણ દેવા માફીની માંગણી સાથે વાંકાનેર આવી રહેલ ખેડુત આક્રોશ યાત્રામાં ઉમટી પડવા કિશોર ચિખલીયાની હાકલ
SHARE
મોરબી ખેડુતોનાં સંપૂર્ણ દેવા માફીની માંગણી સાથે વાંકાનેર આવી રહેલ ખેડુત આક્રોશ યાત્રામાં ઉમટી પડવા કિશોર ચિખલીયાની હાકલ
સમગ્ર ગુજરાતમાં કમૌસમી વરસાદથી ખેડુતોની માઠી પરિસ્થિતિનું નિર્માણ થતા ખેડુતોનાં સંપૂર્ણ દેવા માફીની માંગણી સાથે આવતા સોમવાર તા.૧૦-૧૧ નાં રોજ ૧૦:૩૦ કલાકે સવારે
ખેડુત આક્રોશ યાત્રા મોરબી જીલ્લાનાં વાંકાનેર તાલુકામાં આવી રહી છે.ત્યારે આ યાત્રામાં રાષ્ટ્રીય સેવાદળનાં અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, ખેડુત નેતા પાલભાઈ આંબલીયા,પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયા, પૂર્વ ધારાસભ્ય મહમંદ જાવીદ પીરઝાદા, પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ કગથરા અને યાત્રાનાં કન્વીનર પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ મુછડીયા અને દશરથસિંહ સરવૈયા સહિતનાંઓ ઊપસ્થિત રહેવાના હોય ખેડુતોની આ વાજબી માંગને બુલંદ કરવા મોરબી જીલ્લામાં આ યાત્રાનાં સ્વાગત માટેનાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઊપસ્થિત રહેવા સર્વે ખેડુતમિત્રોને મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ આહવાન કરેલ છે.