મોરબીના માર્કેટ યાર્ડમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, પ્રથમ દિવસે 30 ખેડૂતોને બોલાવ્યા: જીલ્લામાં 27,000 થી વધુ ખેડૂતોએ કરાવ્યું છે રજીસ્ટ્રેશન
SHARE
મોરબીના માર્કેટ યાર્ડમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, પ્રથમ દિવસે 30 ખેડૂતોને બોલાવ્યા: જીલ્લામાં 27,000 થી વધુ ખેડૂતોએ કરાવ્યું છે રજીસ્ટ્રેશન
મોરબીના શનાળા રોડ પર આવેલ માર્કેટયાર્ડ ખાતે આજથી ટેકાના ભાવે મગફળી લેવાની શરૂઆત કરવામાં આવી છે અને ખેડૂતો દ્વારા ટેકાના ભાવે તેમની મગફળી વેચવા માટે થઈને માલ લઈને આવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે હાલમાં ખુલ્લા બજારમાં મગફળીના ભાવ ઓછા મળે છે ત્યારે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી લઈને તેને સારા ભાવ આપવામાં આવી રહ્યા છે જેથી ખેડૂતોમાં ખુશીનીલાગણી જોવા મળે છે.
સમગ્ર ગુજરાતની અંદર ગુજકો માર્શલ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી રહી છે અને આજે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી લેવા માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડ ખાતે આજથી મોરબી અને માળિયા તાલુકાના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે અને પહેલા દિવસે 30 ખેડૂતોને મેસેજ મોકલીને તેઓને પોતાની મગફળી ટેકાના ભાવે વેચવા માટે થઈને બોલાવવામાં આવ્યા હતા અને ખેડૂતો પહેલા જ દિવસે તેમની મગફળી લઈને ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે થઈને આવ્યા હતા.
વધુમાં જિલ્લાના ખેતીવાડી અધિકારી હિમાંશુ ઉસદાડિયાએ જણાવ્યું હતું કે, સરકારના નીતિ નિયમ પ્રમાણે મગફળીનો વજન, તેમા ભેજનું પ્રમાણ વગેરે ચકાસણી કર્યા બાદ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે અને ખેડૂતોએ ઉતાવળ કરવાના બદલે પોતાની મગફળી સૂકી અને નકરી કરીને લાવવા માટે થઈને અપીલ કરવામાં આવી છે
નાફેડના ડિરેક્ટર મગનભાઈ વડાવિયાએ જણાવ્યું હતું કે, ટંકારા તાલુકામાં 12000, હળવદ તાલુકામાં 10000, વાંકાનેર તાલુકામાં 2000 અને મોરબી તેમજ માળિયા તાલુકામાં 3200 જેટલા ખેડૂતો દ્વારા ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે થઈને તેનું રજીસ્ટ્રેશન કરાવમાં આવ્યું છે. અને તમામ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવાની છે માટે કોઈએ ઉતાવળ કરવાની જરૂર નથી









