મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ દ્વારા વંદે માતરમ – 150 વર્ષ પૂર્ણ ઉજવણી કરાઇ
SHARE
મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ દ્વારા “વંદે માતરમ – 150 વર્ષ પૂર્ણ ઉજવણી કાર્યક્રમ” નું આયોજ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો આરંભ વંદે માતરમના સંગીત સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સંચાલક દ્વારા ઉપસ્થિત મહેમાનો અને વિદ્યાર્થીઓનું સ્વાગત કરીને કાર્યક્રમના હેતુ વિશે સંક્ષિપ્ત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નર્સિંગ ડાયરેક્ટર રમેશ કૈલા સાહેબે સ્વાગત ભાષણ આપ્યું હતું. ત્યારબાદ મહેમાન વક્તાએ “વંદે માતરમની ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વતા” વિષય પર પ્રેરણાદાયક ભાષણ આપ્યું હતું. આ કાર્યક્રમનો સમાપન આભારવિધિ સાથે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિ, સંસ્કાર અને રાષ્ટ્રીય ગીત પ્રત્યેની લાગણી વિકસાવવાનો હતો. શ્રી આર્યતેજ ગ્રૂપ ઑફ કોલેજીસના મેનેજમેન્ટ દ્વારા આ કાર્યક્રમના સફળ આયોજન બદલ ફેકલ્ટી અને વિદ્યાર્થીઓના પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી હતી.









