મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સુજતન કોમ્પ્યુટર ક્લાસમાં ત્રીપલ સી સર્ટિફાઇડ ફ્રી કોર્સ સંપન્ન
SHARE
મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સુજતન કોમ્પ્યુટર ક્લાસમાં ત્રીપલ સી સર્ટિફાઇડ ફ્રી કોર્સ સંપન્ન
મોરબી ઇન્ડીયન લાયોનેસ ક્લબ દ્વારા ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે આવેલ સૂજતન કોમ્પ્યુટર ક્લાસમાં ચાલુ કરાયેલ ત્રીપલ સી સર્ટિફાઇડ ફ્રી કોમ્પ્યુટર કોર્સ પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ કોર્સમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સુજતન કોમ્પ્યુટર ક્લાસના શિક્ષિકા હીનાબેન પરમારે સર્ટિફિકેટ આપ્યા હતા. ઉલેખનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષથી 8 સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિન નિમિત્તે દુબઈ સ્થિત નરેશભાઈ કાનજીભાઈ મેપાણીના આર્થિક સહયોગથી સુજતન કોમ્પ્યુટર ક્લાસમાં કોર્સનું આયોજન કરવામાં આવે છે અને આજ સુધીમાં 100 જેટલા આર્થિક રીતે જરૂરિયાત મંદ હોય તેવા વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર કોર્સ કે જેની સામાન્ય રીતે ફી ત્રણથી ચાર હજાર રૂપિયા હોય છે તે તદ્દન ફ્રી માં શીખવાડવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ક્લબના પ્રેસિડેન્ટ ડો. સુષ્માબેન દુધરેજીયાએ ખાસ કરીને સુજતન કોમ્પ્યુટર ક્લાસ તેમજ દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે ક્લબના ફાઉન્ડર શોભનાબા ઝાલાએ જણાવ્યું હતું કે આ સંસ્થાને આઠ વર્ષ પુરા થયા છે. ત્યારે સંસ્થાની સ્થાપના માટેના પ્રણેતા સ્વ શ્રી જયંતીભાઈ દંગીનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત સંસ્થાનું સુયોગ્ય રીતે સંચાલન કરવા જેમની સતત પ્રેરણા મળતી રહે છે તેવા હિતેશભાઈ પંડ્યાનો તેમજ તમામ નેશનલ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં આઈપીપી મયુરીબેન કોટેચા, પાસ્ટ પ્રેસિડેન્ટ પ્રીતિબેન દેસાઈ, નયનાબેન બારા તેમજ ક્લબના તમામ મેમ્બરોએ હાજરી આપી હતી.









