મોરબીમાં લાંચ લેવાના ગુનામાં પકડાયેલ પીજીવીસીએલના નાયબ ઇજનેર-વચેટિયાના બે દિવસના રિમાન્ડ મંજૂર
મોરબી: અચાનક આંચકી આવતા સારવારમાં ખસેડાયેલ સગર્ભા મહિલાનું મોત
SHARE
મોરબી: અચાનક આંચકી આવતા સારવારમાં ખસેડાયેલ સગર્ભા મહિલાનું મોત
મોરબીના બેલા ગામ નજીક લેબર ક્વાર્ટરમાં રહેતી સગર્ભા મહિલાને અચાનક આંચકી આવી હતી જેથી તેને તાત્કાલિક મોરબી સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જે બનાવની તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબી નજીકના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાનજી મંદિર પાસે આવેલી એસ્ટીકા સિરામિક કારખાનાંના કવાર્ટરમાં રહેતા પૂજાબેન ગાલુભાઈ ગાગરાય (22) નામની સગર્ભા પરિણીતાને શુક્રવારે સાંજે અચાનક આચકી ઉપડતા તેને ગંભીર હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તે મહિલાનું મોત નીપજયું હતું. અત્રે ઉલેખનીય છે કે, મરુતક મહિલાને એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને તે મહિલા સગર્ભા હતી. જેની સારવાર દરમ્યાન મોત નિપજતા તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.