મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીના દિનેશભાઇ વડસોલાની HTAT આચાર્ય સંવર્ગમાં રાજ્યના ઉપાધ્યક્ષ તરીકે વરણી


SHARE





મોરબીના દિનેશભાઇ વડસોલાની HTAT આચાર્ય સંવર્ગમાં રાજ્યના ઉપાધ્યક્ષ તરીકે વરણી

મોરબીમાં શિક્ષણક્ષેત્રે આગવું નામ ધરાવતા દિનેશભાઇ વડસોલાની તાજેતરમાં રાજ્યના ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવેલ છે. જેથી તેઓને ઠેરઠેરથી શુભકામનાઓ મળી રહી છે.

મોરબી જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘને ગૌરવ અનુભવે છે કે જિલ્લાના અધ્યક્ષ તરીકે સેવા આપતા દિનેશભાઇ વડસોલાને ગુજરાત રાજ્યના HTAT (Head Teacher Aptitude Test) આચાર્ય સંવર્ગમાં રાજ્ય ઉપાધ્યક્ષ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે. દિનેશભાઇ વડસોલાએ શિક્ષક તરીકે પોતાની સેવાઓ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે સતત નવીનતા,નેતૃત્વ અને સંગઠનાત્મક કાર્યક્ષમતા દર્શાવી છે. તેમણે શિક્ષકોના હિત માટે અવિરત પ્રયત્નો કરીને જિલ્લા તેમજ રાજ્ય સ્તરે સંગઠનને મજબુત બનાવ્યું છે. રાજ્ય ઉપાધ્યક્ષ તરીકે દિનેશભાઇ વડસોલાની નિમણુંકથી HTAT આચાર્ય સંવર્ગમાં સંગઠનાત્મક શક્તિ અને માર્ગદર્શનમાં નવી ઉર્જાનો સંચાર થશે. મોરબી જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પરિવાર તેમજ મોરબી જિલ્લાના સૌ શિક્ષકો તરફથી તેમની આ સફળતા માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામા આવેલ છે.




Latest News