મોરબીના દિનેશભાઇ વડસોલાની HTAT આચાર્ય સંવર્ગમાં રાજ્યના ઉપાધ્યક્ષ તરીકે વરણી
મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR ) અન્વયે ત્રણેય વિધાનસભા વિસ્તારની લીધી મુલાકાત
SHARE
મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR ) અન્વયે ત્રણેય વિધાનસભા વિસ્તારની લીધી મુલાકાત
મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરએ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR ) અન્વયે ગણતરી ફોર્મ વિતરણની કામગીરીની સમીક્ષા માટે જિલ્લાની ત્રણેય વિધાનસભા વિસ્તારની મુલાકાત લીધી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારીએ તમામ મતદાર નોંધણી અધિકારીશ્રી અને તમામ મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ સાથે ૬૫ – મોરબી વિધાનસભા મત વિસ્તારના મોરબી શહેરી, માળિયા તથા મોરબી ગ્રામ્ય, ૬૬- ટંકારા વિધાનસભા મત વિસ્તારના ટંકારા ગ્રામ્ય, ટંકારા શહેરી, પડધરી ગ્રામ્ય તેમજ ૬૭- વાંકાનેર વિધાનસભા મત વિસ્તારના રાજકોટ ગ્રામ્ય, રાજકોટ શહેર, વાંકાનેર ગ્રામ્ય અને વાંકાનેર શહેરના વિસ્તારમાંમાં સમાવિષ્ટ મતદાર ભાગની મુલાકાત લીધી હતી અને મતદારોને ફોર્મ ભરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. હતું. તેમજ બીએલઓને મતદારોને ફોર્મ ભરવામાં મદદ કરવા અને મતદારોને આ રાષ્ટ્રીય કામગીરીમાં સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો.