મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામે પાણીના સંપમાં નર્મદાની લાઇનમાંથી મૃત હાલતમાં માછલાં આવ્યા !, ફિલ્ટર પાણીનો છેદ જ ઊડી ગયો


SHARE





મોરબીના રાજપર ગામે પાણીના સંપમાં નર્મદાની લાઇનમાંથી મૃત હાલતમાં માછલાં આવ્યા !, ફિલ્ટર પાણીનો છેદ જ ઊડી ગયો

મોરબીના રાજપર ગામે નર્મદાનું પાણી પાઇપલાઇન મારફતે લોકોને પીવા માટે સપ્લાય કરવામાં આવે છે જોકે, આ પાણી છેલ્લા કેટલાક દિવસોથી દુર્ગંધ વાળું આવતું હતું અને શનિવારે જે પાણી ગામના સંપ સુધી મોકલવામાં આવ્યું તેમાં મૃત માછલાઓ પણ પાણી સાથે આવ્યા હોવાથી આ બાબત લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવા સમાન હોય લોકોમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તે પહેલા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગામના સરપંચ દ્વારા માંગ કરવામાં આવેલ છે.

ચોમાસાએ હજુ તો વિદાય લીધી છે અને સ્થાનિક જળાશયો પાણીથી છલોછલ ભર્યા છે તેમ છતાં પણ કેટલાક ગ્રામ્ય વિસ્તારોની અંદર દૂષિત પાણીની સપ્લાય થતી હોય તેવી રાવ છેલ્લા દિવસોથી ઉઠી રહી છે તેવામાં મોરબી નજીકના રાજપર ગામના સરપંચ ભરતભાઇ પાસેથી જાણવા મળતી વિગતે પ્રમાણે છેલ્લા ત્રણ થી ચાર દિવસથી તેઓના ગામના સંપમાં નર્મદાની લાઈન મારફતે હરીપર સંપથી પાણી મોકલાવવામાં આવે છે તે પાણી દૂષિત પાણી હોય દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ ગામના લોકો કરતા હતા તેવામાં શનિવારે જે પાણી સપ્લાય કરવામાં આવ્યું હતું તેમાં પાઇપલાઇન મારફતે મૃત હાલતમાં માછલાઓ રાજપર ગામના સંપ સુધી આવ્યા હતા જેથી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા જેવી બાબત સામે આવી હોય લોકોમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે ત્યારે પહેલા જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને રાજપર સહિતના ગ્રામ્ય વિસ્તારના લોકોને શુદ્ધ પાણી પીવા માટે મળે તેવી લાગણી રાજપર ગામના સરપંચ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.




Latest News