મોરબીમાં પ્રેસ મીડિયા એસો. દ્વારા આયોજિત ફ્રી મેડિકલ કેમ્પનો ૭૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો
SHARE
મોરબીમાં પ્રેસ મીડિયા એસો. દ્વારા આયોજિત ફ્રી મેડિકલ કેમ્પનો ૭૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો
મોરબીમાં પ્રેસ મીડિયા એસોસિયેશન-મોરબી દ્વારા અહીંના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલા જલારામ મંદિરે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સાતસોથી વધુ લોકોએ પોતાના દર્દનુ ચેકઅપ કરાવીને ફ્રી દવાનો લાભ મેળવ્યો હતો.પ્રેસ મીડિયા એસોસિયેશન આયોજીત કેમ્પમાં સેવા આપતા સર્વે ડોકટર અને તેમની ટીમ, જલારામ મંદિર ટ્રસ્ટી, ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ, સિરામિક પ્રમુખો મોરબી ડીવાયએસપી પી.એ.ઝાલા, મુસ્કાન વેલ્ફેર ફાઉન્ડેશન સહિત જોડાયેલ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રેસ મીડિયા એસોસિયેશન-મોરબી આયોજીત કેમ્પમાં સિરામિક એસોસિયેશનના પ્રમુખ હરેશભાઇ બોપલિયા, મુકેશભાઈ કુંડારીયા તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઇ પટેલ સહિતનાં આગેવાનોએ ઉપસ્થિત રહીને દીપ પ્રાગટ્ય કરીને આ ફ્રી મેડિકલ કેમ્પનો પ્રારંભ કર્યો હતો.જેમાં રજીસ્ટ્રેશન કરાવીને જે દર્દ હોય તે દર્દી માટે ડોક્ટરોની પેનલ હતી તેમની પાસે મોકલી દેવામાં આવતા હતા અને તેમનું નિદાન કરીને જરૂરી દવાની ભલામણ કરતા ફ્રી દવાઓ પણ મેળવી હતી.
આ કેમ્પમાં ડીવાયએસપી પી.એ.ઝાલા, જલારામ મંદિરનાં ટ્રસ્ટીઓ સહિત આગેવાનો હાજર રહ્યા હતા અને સેવાકીય કામને સાહુએ બિરદાવ્યૂ હતું. ઉલેખનીય છે કે, પ્રેસ મીડિયા એસો. મોરબીની રચના કરવામાં આવી ત્યારથી તેમાં કોઈ હોદેદારો નથી અને બધા સભ્યો સાથે મળીને કામ કરે છે. અને એસો.ની રચના પછી પહેલું કામ મેડિકલ કેમ્પનું કરવામાં આવ્યું છે. આ મેડિકલ કેમ્પમાં સેવા આપવા આવેલા દરેક ડોક્ટરોએ નિશુલ્ક સેવા આપી હતી. અને સવારનાં ૯ થી બપોરે ૧-૦૦ વાગ્યા સુધી કેમ્પ ચાલ્યો હતો. જેનો ઘણા દર્દીઓએ લાભ લીધો હતો.
આ કેમ્પમાં ડૉ.મેહુલ પનારા (વિઝન આંખની હોસ્પિટલ), ડૉ.ધીરેન પટેલ (શ્રી હરિકૃષ્ણ ડેન્ટલ કેર), ડૉ.ભૌમિક સરડવા (એથિક્સ હોસ્પિટલ), ડૉ. પાચલ ફળદુ (દેવકી હોસ્પિટલ), ડૉ.યશ કડીવાર (વેલકેર ઓર્થો હોસ્પિટલ), ડૉ.જિજ્ઞાસા એમ.પનારા (વિઝન સ્કીન ક્લિનિક), ડૉ.ઋષિ વાંસદડિયા (સ્ટાર સર્જિકલ એન્ડ ઇમેજિંગ સેન્ટર), ડો.ઉમેશ ગોધવિયા, (પલ્સ હોસ્પિટલ) એ નિ:શુલ્ક સેવા આપી હતી.