મોરબીના ગુંગણની વીડીમાં વોંકળામાંથી 312 બોટલ દારૂ-120 બીયરના ટીન ઝડપાયા, આરોપીની શોધખોળ
મોરબીની પ્રભુ કૃપા ટાઉનશિપમાં રહેતા વૃદ્ધને વડીલો પાર્જિત જમીન ખાલી કરવાનું કહીને જાનથી મારી નાખવાની ધમકી
SHARE
મોરબીની પ્રભુ કૃપા ટાઉનશિપમાં રહેતા વૃદ્ધને વડીલો પાર્જિત જમીન ખાલી કરવાનું કહીને જાનથી મારી નાખવાની ધમકી
મોરબીમાં મહેન્દ્રનગર પાસે આવેલ પ્રભુ કૃપા ટાઉનશિપમાં આવેલ અમૃત એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધને મોબાઇલમાં ફોન આવ્યો હતો અને હું ભોલું બોલું છું કહીને તેઓની વડીલો પાર્જિત જમીન ખાલી કરવા માટે થઈને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મૂળ હળવદના દેવીપુરના રહેવાસી અને હાલમાં મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પ્રભુકૃપા ટાઉનશિપમાં અમૃત એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 501 માં રહેતા ઈશ્વરભાઈ દાદુભાઇ કુંડારીયા (72) નામના વૃદ્ધે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભોલુભાઈ નામના શખ્સની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓના ફોનમાં અજાણ્યા નંબર પરથી ફોન આવેલ હતો અને સામેથી બોલતા વ્યક્તિએ તે ભોલું બોલે છે તેવું કહ્યું હતું અને મારે તમારું કામ છે કહ્યું હતું જો કે, ફરિયાદી મારે તમારું કોઈ કામ નથી તમને હું જાણતો નથી તેવું કહ્યું હતું તમારે કામ હોય તો મારા ફલેટ નીચે આવો તેવું કહ્યું હતું જેથી એક વ્યક્તિ ત્યાં આવેલ અને તેણે પોતાનું નામ ભોલું જારીયા કહ્યું હતું અને ત્યાર બાદ ફરિયાદીની દેવીપુર ગામે આવેલ જમીન ખાલી કરી નાખો તે જમીન મે વેંચતી લીધેલ છે તેવું કહ્યું હતું જેથી ફરિયાદી કહ્યું હતું કે, તે જમીના મારી વડીલો પાર્જિત જમીન છે અને મારા નામે છે મે કોઈને વેંચી નથી જેથી જમીન ખાલી કરવા બાબતે ફરિયાદીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માટે ભોગ બનેલા વૃદ્ધએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે