મોરબી જિલ્લામાં નારીયલ કરતા મોટા જામફળ થાય છે ખેતી !: ખેડૂત માલામાલ
વાંકાનેરના નવાપરામાં કરોડરજ્જૂના દુખાવાની પીડામાં સગીરાએ કર્યો આપઘાત
SHARE









વાંકાનેરના નવાપરામાં કરોડરજ્જૂના દુખાવાની પીડામાં સગીરાએ કર્યો આપઘાત
વાંકાનેર નવાપરા પંચાસર રોડ ઉપર રહેતી સોળ વર્ષની સગીરાએ ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર શહેરમાં નવાપરા પંચાસર રોડ ઉપર રહેતા રાજેશભાઈ ડાભીની ૧૬ વર્ષની દીકરી ભૂમિબેને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ કરતા હેડ કોન્સ્ટેબલ પી.એચ. બોરાણાની સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મૃતક ભૂમિબેનના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે લગભગ દોઢેક વર્ષ પહેલા ભૂમિબેનને કરોડરજ્જૂનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને હાલમાં તેના દુખાવાની પીડાના કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું હોય તેવું લાગી રહ્યું છે
ઝેરી અસર
ટંકારા તાલુકાના ખાનપર ગામની સીમમાં વસતાભાઈ બારૈયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ઠાકોરભાઈ નવલસિંહ ડામોરના પત્ની સારંગાબેન (ઉંમર ૨૨) ભૂલથી દવાવાળા ગ્લાસની અંદર પાણી ભરીને પાણી પી ગયા હતા જેથી તેઓને ઝેરી અસર થઇ હતી અને ઊલટીઓ થતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે પરિણીતાનો લગ્નગાળો અઢી વર્ષનો છે અને તેને સંતાનમાં એક દીકરો છે અને તેઓ સાસુ, સસરા સાથે રહે છે
