મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ટંકારાના નાના ખીજડીયા ગામે શીતલ પાર્કમાં મંદિરમાંથી ૧૫ હજારના મુદામાલની ચોરી


SHARE













ટંકારાના નાના ખીજડીયા ગામે શીતલ પાર્કમાં મંદિરમાંથી ૧૫ હજારના મુદામાલની ચોરી

ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે શીતલ પાર્ક સોસાયટીમાં આવેલ મંદિરમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને મંદિરના તાળા તોડીને મંદિરમાં પ્રવેશ કરીને મંદિરમાં મુકવામાં આવેલ દાન પેટીનું ઢાંકણું તોડી તસ્કર દ્વારા આશરે ૧૫,૦૦૦ ની રોકડની ચોરી કરવામાં આવેલ છે.જે બનાવની હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા તસ્કર સામે મંદીરમાં ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવેલ છે.

બનાવની જાણવા મળતી વિગત મુજબ ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે રહેતા નરશીભાઈ અવચરભાઈ બારૈયા (ઉમર ૬૪) એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા તસ્કર સામે ફરિયાદ નોંધવી જણાવ્યું હતુ કે, નાના ખીજડીયા ગામે શીતલપાર્ક સોસાયટીમાં બારૈયા પરીવારના સુરાપુરાના મંદિરમાં તસ્કરે ધામા નાખ્યા હતા અને મંદિરના દરવાજાના તાળા તોડીને મંદિરમાં અપપ્રવેશ કર્યા બાદ મંદિરમાં મુકવામાં આવેલ દાન પેટીનું ઢાંકણું તોડી નાખ્યું હતું અને દાનપેટીમાંથી અંદાજે ૧૨ થી ૧૫ હજાર રૂપિયાની ચોરી કરવામાં આવે છે જેથી કરીને હાલમાં ટંકારા પોલીસે નરશીભાઈ બારૈયાની ફરિયાદ લઈને તેના આધારે ચોરને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં રહેતા જલારામ રૂપસિંહ કુંવરિયા નામનો ૨૫ વર્ષનો યુવાન તા.૧૪ ના સાંજે ૭:૩૦ વાગ્યે ઘરેથી કામે જતો હતો ત્યારે જુના ઘુંટુ રોડ ઉપર શ્રીનાથ કાંઠા પાસે તેના બાઈકની આડે કુતરૂ ઉતરતા બાઇક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં ઇજાઓ થતાં જલારામ કુંવરિયાને સારવારમાં આયુષ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે ટંકારા તાલુકાના વીરપર ગામે આવેલ શુભલક્ષ્મી પેકેજીંગના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતી પુનમબેન જલાલજી પરમાર નામની વર્ષીય મહિલાને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં સારવારમાં આયુષમાં ખસેડવામાં આવ્યા હતા પૂનમબેનને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લીધા હોવાનો પોલીસ સૂત્રો તરફથી જાણવા મળે છે.




Latest News