મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં એકતા પદયાત્રા અંતર્ગત યોજાનાર વિવિધ કાર્યક્રમોની સમીક્ષા કરતા ઇન્ચાર્જ કલેક્ટર


SHARE













મોરબી જીલ્લામાં એકતા પદયાત્રા અંતર્ગત યોજાનાર વિવિધ કાર્યક્રમોની સમીક્ષા કરતા ઇન્ચાર્જ કલેક્ટર

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ ની જન્મ જયંતી ની સમગ્ર ગુજરાત રાજ્યની સાથે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે યોજાઇ રહેલા વિવિધ કાર્યક્રમો અન્વય મોરબી જિલ્લામાં પણ વિધાનસભા મત વિસ્તાર મુજબ એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના સુચારું આયોજન માટે ઇન્ચાર્જ કલેકટર સ્વપ્નિલ ખરે સંબંધિત વિભાગો સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં જિલ્લામાં યોજાના વિવિધ કાર્યક્રમો અંતર્ગત જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા આ પદયાત્રાના આયોજન અન્વયે તા ૧૭/૧૧ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે ૬૬-ટંકારા પડધરી વિધાનસભા મત વિસ્તાર માટેની એકતા પદયાત્રા યોજાશે. જેનું આર્ય સમાજ ટંકારા ખાતેથી પ્રસ્થાન કરવામાં આવશે હરબટીયાળી ખાતે સમાપન કરવામાં આવશે. તા ૧૮/૧૧ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે ૬૬-વાંકાનેર મત વિસ્તાર વિધાનસભા માટેની એકતા પદયાત્રા યોજાશે. જેનું કિરણ સીરામીક રાતી દેવડી ખાતેથી પ્રસ્થાન કરવામાં આવશે વાંકાનેર ટાઉનહોલ ખાતે સમાપન કરવામાં આવશે. અને તા ૨૦/૧૧ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે ૬૫-મોરબી માળીયા વિધાનસભા મત વિસ્તાર માટેની એકતા પદયાત્રા યોજાશે. જેનું સરદાર પટેલના સ્ટેચ્યુ, નવા બસ સ્ટેન્ડની સામેથી પ્રસ્થાન કરવામાં આવશે મણીમંદિર/ શક્તિ ચોક ખાતે સમાપન કરવામાં આવશે.

આ એકતા પદયાત્રા દરમિયાન રૂટ પર વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવશે, શ્રી સરદાર પટેલના જીવન આધારિત પ્રદર્શન તથા યોગ પ્રદર્શન કરવામાં આવશે અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, નાયબ કલેક્ટર ઉમંગ પટેલ, મોરબી પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત, મોરબી મહાપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News