માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગાંજાના ગુનામાં આરોપીના રેગ્યુલર જામીન મંજુર
મોરબીના આમરણ નજીક છકડો રિક્ષાના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
SHARE
મોરબીના આમરણ નજીક છકડો રિક્ષાના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
મોરબીના આમરણથી ફડસર તરફ જવાના રસ્તા ઉપરથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે છકડો રીક્ષાના ચાલાકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા યુવાનને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત થયું હતું આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જોડીયામાં મોટાવાસ બંદર રોડ કબ્રસ્તાનની બાજુમાં રહેતા અસગરભાઈ ઇસ્માઈલભાઈ સેડાત (52) છકડો રીક્ષા નંબર જીજે 10 ડબલ્યુ 4202 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, આમરણથી ફડસર તરફ જવાના રસ્તા ઉપર આવેલા પૂલિયા પાસેથી તેમનો દીકરો મુબારક સેડાત પોતાનું બાઈક નંબર જીજે 10 ડીએલ 5991 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે છકડો રિક્ષામાં ચાલકે તેના બાઈકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના દીકરાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને રીક્ષા ચાલક પોતાનું વાહન લઇને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
યુવાન સારવારમાં
મોરબીમાં નગર દરવાજા પાસે આવેલ પખાલી શેરીમાં રહેતા હસમુખભાઈ મહેન્દ્રભાઈ ચૌહાણ (25) નામના યુવાને કોઈ કારણોસર પોતે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહિલા સારવારમાં
મોરબીમાં નરસંગ ટેકરીની પાછળના ભાગમાં આવેલ રામ વિજયનગર કૈલાશ પાર્કમાં રહેતા જયશ્રીબેન જયંતીભાઈ શેઠ (21) નામની મહિલા નરસંગ ટેકરી પાસે બાપાસીતારામ ચોક નજીકથી બાઈકમાં પાછળના ભાગે બેસીને જઈ હતી દરમિયાન બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.









