મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા ૫૯૮ બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા પિવડાવવામાં આવ્યા
હળવદ તાલુકામાંથી લોખંડના સળિયાની ચોરીનું કૌભાંડ: ૧૮૩૫ કિલો લોખંડ બિન વારસી મળ્યું !, ૯૧,૭૫૦ નો મુદામાલ કબ્જે
SHARE
હળવદ તાલુકામાંથી લોખંડના સળિયાની ચોરીનું કૌભાંડ: ૧૮૩૫ કિલો લોખંડ બિન વારસી મળ્યું !, ૯૧,૭૫૦ નો મુદામાલ કબ્જે
હળવદ તાલુકામાંથી પસાર થતાં વાહનોમાંથી જુદાજુદા મુદામાલની ચોરી કરવામાં આવતી હોવાનું અગાઉ અનેક વખત સામે આવ્યું છે તેવામાં હળવદ તાલુકાનાં કવાડીયા ગામની સીમમાં ટ્રકમાંથી ગેરકાયદેસર ઉતારવામાં આવતા લોખંડના સળીયા જુદાજુદા ટ્રકમાંથી કાઢીને ચોરી કરવામાં આવી હોવાની શંકાને આધારે પોલીસે હાલમાં લોખંડના સળીયા ૧૮૩૫ કિલો જેની કિંમત ૯૧,૭૫૦ નો મુદામાલ કબ્જે કરીને લોખંડ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
મોરબી જિલ્લાના એસપી મુકેશકુમાર પટેલ અને ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ સદંતર બંધ થાય તે રીતે અસરકારક કામગીરી કરવા પીઆઇને સુચના આપવામાં આવી હતી જેથી હળવદના પીઆઇ આર.ટી.વ્યાસ અને તેઓની ટિમ જુદીજુદી દિશામાં તપાસ કરી રહી હતી તેવામાં હળવદના કવાડીયા ગામની સીમમાં બાતમીના આધારે રેડ કરી હતી ત્યારે ગેરકાયદે ટ્રકમાંથી લોખંડના સળીયા ઉતારી લોખંડ ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે સ્થળ ઉપરથી લોખંડના સળીયા ૧૮૩૫ કિલો જેની કિંમત ૯૧૭૫૦ નો મુદામાલ બીનવારસી હાલતમાં ઝડપી લીધેલ છે અને શકદાર તરીકે સતિષ દેવાભાઇ ભરવાડ રહે. ચુલી તાલુકો ધાંગધ્રા વાળાનું નામ સામે આવ્યું છે જેથી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. આ કામગીરી પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ અજીતસિંહ નટુભા, ગભરૂભાઇ હનુભાઇ, દિનેશભાઇ હનાભાઇ, વનરાજસિંહ માવુભા, દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ, સંજયભાઇ મનજીભાઇ, સાગરભાઈ ડાયાભાઈ, યુવરાજસિંહ નીરુભા દ્વારા કરવામાં આવી હતી.