મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા ૫૯૮ બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા પિવડાવવામાં આવ્યા
SHARE
મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા ૫૯૮ બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા પિવડાવવામાં આવ્યા
મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દ્વારા જુદાજુદા ત્રણ નવા વિસ્તારો જેમાં નિસર્ગ એપાર્ટમેન્ટ, ઉમિયા પાર્ક, વાવડી રોડ, ભક્તિનગર-૧, નાની વાવડી રોડ, પરિશ્રમ A, ઉમા ટાઉનશિપ, સામાકાંઠે બાળસંસ્કાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે તેમજ ઉમીયા નગર સોસાયટી, રવાપર રોડ ખોડીયાર ડેરી વાળી શેરી, વાવડી રોડ એમ બે બાળસંસ્કાર કેન્દ્ર પણ યથાવત ચાલુ છે અને દરમ્યાન વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દ્વારા ગુરૂપુષય નક્ષત્રમા બાળકોના સર્વાંગી વિકાસ માટે ચાર સ્થાનો જેમા બાલકેસવર મહાદેવ મંદિર રવાપર રોડ, ઉમીયા માતાજી મંદિર, ઉમા ટાઉનશિપ સામાકાંઠા, નિલકંઠ મહાદેવ મંદિર કુબેરનગર, સોમેશ્વર મહાદેવ મંદિર ગાયત્રીનગર વાવડી રોડ ખાતે ૫૯૮ બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા પિવડાવવામાં આવ્યા હતા.









