મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના ભડીયાદ રોડ ઉપર કાચા-પાકા 100 જેટલા દબાણો મહાપાલિકાએ તોડી પાડ્યા


SHARE







મોરબીના ભડીયાદ રોડ ઉપર કાચા-પાકા 100 જેટલા દબાણો મહાપાલિકાએ તોડી પાડ્યા

મોરબીના ભડીયાદ રોડ ઉપર કરવામાં આવેલા નાના-મોટા, કાચા પાકા દબાણો તોડી પાડવા માટે આજે મહાપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને બે જેસીબી વડે કાચા પાકા દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા ત્યારે ત્રણ જેટલા પાકા મકાનો તથા કમ્પાઉન્ડ વોલ સહિત નાના મોટા કુલ મળીને 100 જેટલા ગેરકાયદે બાંધકામોને આજે મહાપાલિકાની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે

મોરબી મહાપાલિકા બન્યા બાદ મોરબીના રોડ રસ્તા પહોળા થાય અને રોડ રસ્તાની સાઈડમાં છેલ્લા વર્ષોમાં કરવામાં આવેલા દબાણ દૂર થાય તેના માટેની કામગીરી કમિશનર સ્વપ્નિલ ખરેની આગેવાની હેઠળ કરવામાં આવી રહી છે અને જુદા જુદા વિસ્તારોની અંદર અવારનવાર દબાણ તોડવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે આજે મોરબીના ભડીયાદ રોડ ઉપર ડીલેશનની કામગીરી મહાપાલિકાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ત્યારે એકી સાથે બે જેસીબીને કામે લગાડવામાં આવ્યા હતા.

હાલમાં મહાપાલિકાના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના ભડીયાદ રોડ ઉપર ત્રણ જેટલા પાકા મકાનો તથા કમ્પાઉન્ડ વોલ સહિચ નાના મોટા કુલ મળી ને 100 જેટલા ગેરકાયદે બાંધકામો કરવામાં આવ્યા હતા. જેને તોડી પાડવાનું કામ શરૂ કર્યુ છે અને આજે સાંજ સુધી આ કામગીરી ચાલુ રહેશે તેવી માહિતી ડેપ્યુટી કમિશ્નર સંજય સોની પાસેથી મળેલ છે.

વધુમાં અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે શહેરના રોડ રસ્તાની આસપાસમાં અને વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા સહિતની જગ્યા ઉપર છેલ્લા વર્ષોમાં ઘણા બધા ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા છે  અને તે બાંધકામો તોડવા માટેની કામગીરી ચાલી રહી છે સાથો સાથ બીજી બાજુ લોકોની સુખાકારીમાં વધારો થાય તેના માટે થઈને હાલમાં અલગ અલગ વિસ્તારમાં રોડના કામ ચાલી રહ્યા છે અને ભડીયાદ રોડને પહોળા બનાવવા માટે થઈને ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લોકોને સારામાં સારા રોડની સુવિધા મળે તે માટેની કામગીરી મહાપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.






Latest News