મોરબીના ભડીયાદ રોડ ઉપર કાચા-પાકા 100 જેટલા દબાણો મહાપાલિકાએ તોડી પાડ્યા
મોરબીમાં કોઈ ચોક-રોડને સ્વ. છબીલભાઈ એમ. સંઘવી નામ આપવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખે કરી માંગ
SHARE
મોરબીમાં કોઈ ચોક-રોડને સ્વ. છબીલભાઈ એમ. સંઘવી નામ આપવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખે કરી માંગ
મોરબી સર્વોદય એજયુકેશન સોસાયટીના સ્થાપક અને કેળવણીકાર સમગ્ર સમાજના સહયોગી એવા સ્વ. શ્રી છબીલભાઈ એમ. સંઘવીના નામે રોડ અગર તો ચોકનું નામ રાખવાની ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખ દ્વારા માંગ કરવામાં આવેલ છે. અને તેના માટેની મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવેલ છે.
મોરબીની સર્વોદય એજયુકેશન સોસાયટીના સ્થાપક તથા મોરબીની ઘણી આવી સામાજીક સંસ્થા સાથે જોડાયેલા અને સર્વે સમાજના લોક પ્રિય એવા સ્વ. છબીલભાઈ એમ. સંઘવી કે જેઓએ મોરબીમાં શિક્ષણની જયોત જગાવેલ હતી અને મોરબી તાલુકામાં હાઈસ્કૂલ ન હતી ત્યારે છબીલભાઈ સંધવીએ સર્વોદય એજયુકેશન સોસાયટીની સ્થાપના કરી હતી અને મોરબીમાં શ્રીમતી એમ. પી. શેઠ ગલ્સ હાઈસ્કૂલ, બોયઝ હાઈસ્કૂલ, લો કોલેજ, આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજની સ્થાપના કરેલ હતી અને મોરબીના વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રાપ્ત થાય તેવી કાળજી લીધી હતી. આ આટલું જ નહીં તેઓ સમગ્ર જ્ઞાતિને સાથે રાખી સમાજ ઉપયોગી સામાજિક કાર્ય કરતા હતા અને મોરબીની પ્રજાના હિતને ધ્યાનમાં રાખતા હતા. જેથી તેઓની સમાજ ઉપયોગી સેવા અને શિક્ષણપ્રેમને ધ્યાને લઈને સ્વ. શ્રી છબીલભાઈ એમ. સંઘવીના નામે મોરબીમાં કોઈ રોડનું અથવા તો ચોકનું નામકરણ કરવામાં આવે તેવી માંગ કરેલ છે. જેના માટે સંસથા દ્વારા કેટલાક સૂચનો પણ કરવામાં આવેલ છે. જેમાં નઝરબાગ રેલ્વે સ્ટેશનથી ભડીયાદ સુધીના રોડને સ્વ. શ્રી છબીલભાઈ એમ. સંઘવી રોડ, નઝરબાગ પોસ્ટ ઓફીસ પાસેના ચોકને સ્વ. શ્રી છબીલભાઈ એમ. સંઘવી ચોક, દરબારગઢથી ગ્રીન ચોક સુધીના રોડને સ્વ. શ્રી છબીલભાઈ એમ. સંઘવી રોડ, રવાપર રોડ સર્કલને સ્વ. શ્રી છબીલભાઈ એમ. સંધવી સર્કલ અને વીસી ફાટકથી રેલ્વે સ્ટેશન સુધીના રોડને સ્વ. શ્રી છબીલભાઈ એમ. સંધવી રોડ નામ આપવામાં આવે તેવી માંગ ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ છે.