ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ સ્કૂલમાં 12 કોમર્સ પછીનું ભવિષ્ય તે અંગે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો


SHARE









મોરબીની નીલકંઠ સ્કૂલમાં 12 કોમર્સ પછીનું ભવિષ્ય તે અંગે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

મોરબીના રવાપર રોડે આવેલ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધો. 11 અને 12 કોમર્સના વિધાર્થીઓ માટે “ધોરણ 12 પછી શું?” એ વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે રાજકોટના ડો. ધવલ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

આ સેમિનારમાં ધો. 12 ના વિદ્યાર્થીઓને વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ખાસ કરીને CA, CS, LLB, MBA અને ઉદ્યોગ સાહસિકતાના વિકાસ વિશેની માહિતી, તેમજ ભારતની શ્રેષ્ઠ મેનેજમેંટ કોલેજ IIM માં ધો. 12 પછી પ્રવેશ મેળવવા IPMAT અને JIPMAT પ્રવેશ પરીક્ષા વિશેની પણ માહિતી આપવામાં આવી હતી. ભવિષ્યના ઉજ્જવલ ક્ષેત્રો એઆઇ, ડિજિટલ માર્કેટિંગ અને ડેટા એનાલિસીસ વગેરે વિશે સરળ અને સ્પષ્ટ ભાષામાં વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યા હતા. આ સેમિનારથી કોમર્સના વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થયો હતો અને અંતમાં નીલકંઠ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી જીતભાઈ વડસોલાએ ડો. ધવલ વ્યાસને મોમેન્ટો અર્પણ કર્યો હતો અને કોમર્સના વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી તથા જ્ઞાનવર્ધક માહિતી આપવા માટે તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.




Latest News