મોરબીમાં માતુશ્રી વીરબાઈ માઁ ની પૂણ્યતિથી નિમિતે જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે
વાંકાનેરમાંથી સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા
SHARE
વાંકાનેરમાંથી સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા
વાંકાનેર તાલુકામાંથી સગીરાનું અપહરણ કર્યું હતું અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જે કેસ મોરબીની સ્પેશ્યલ પોક્સો અને ફાસ્ટ ટ્રેક કોર્ટેમાં ચાલી ગયો હતો જેમાં મદદનીસ સરકારી વકીલની દલીલો અને પુરાવો તેમજ જુદીજુદી કોર્ટના ચુકાદાને ધ્યાને લઈને કોર્ટે આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા તેમજ 35 હજારનો હજારનો દંડ ફટકાર્યો છે અને ભોગ બનેલ સગીરાને આરોપી દંડની રકમ ભરે તો તેના સહિત કુલ 4.35 લાખનું વળતર આપવાનો આદેશ કર્યો છે.
મૂળ એમપીના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની સગીર દીકરીનું દીકરીનું તા 13/2/23 ના રોજ અપહરણ કર્યું હતું જેથી વાંકાનેર તાલુકામાં ફરિયાદ નોંધાયેલ હતી. અને આ સગીરાની સાથે આરોપી મિથુન ઉર્ફે મિતનીયો જામસિંગ ચૌહાણ રહે. એમપી વાળે અલગ અલગ સ્થળોએ દુષ્કર્મ પણ આચર્યું હતું જેથી પોલીસે અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ લઈને આરોપીને ઝડપી લીધો હતો અને તે કેસ મોરબીની સ્પેશ્યલ પોકસો અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જજ કે.આર. પંડ્યા સાહેબની સમક્ષ ચાલી ગયો હતો જેમાં મદદનીસ સરકારી વકીલ એન.ડી.કારિઆએ કરેલ દલીલ તેમજ રજૂ કરેલા દસ્તાવેજી પુરાવાઓ અને જુદીજુદી કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપી મિથુન ઉર્ફે મીતનીયો જામસિંગ ચૌહાણને જુદીજુદી કલમ હેઠળ કુલ મળીને 20 વર્ષની સખત કેદની સજા અને 35 હજારનો દંડ કર્યો હતો અને વિકટીમ કંપન્સેશન યોજના હેઠળ ભોગ બનનાર સગીરાને 4 લાખ રૂપિયા તેમજ આરોપી જો દંડની રકમ ભારે તો તે સહિત કુલ 4.35 લાખ રૂપિયા આપવા માટેનો આદેશ કર્યો છે.