માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કારખાનાના કવાર્ટરમાં હાર્ટ એટેક આવી જવાથી યુવાનનું મોત: મોરબીમાંથી બે બોટલ દારૂ સાથે બે પકડાયા


SHARE















વાંકાનેર નજીક કારખાનાના કવાર્ટરમાં હાર્ટ એટેક આવી જવાથી યુવાનનું મોત: મોરબીમાંથી બે બોટલ દારૂ સાથે બે પકડાયા

વાંકાનેરના લાલપર ગામ પાસે આવેલ કારખાનાની રૂમમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન તેના રૂમમાં હતો ત્યારે હાર્ટ એટેક આવી જવાથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ઝારખંડનો રહેવાસી અને હાલમાં વાંકાનેર નજીક આવેલ લાલપર ગામે બીગ બેસ્ટ ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં કામ કરતો અને ત્યાં રૂમમાં રહેતો નિરંજનભાઇ ડોમનભાઈ તુરી (35) નામનો યુવાન કારખાનામાં તેને રૂમ ઉપર હતો ત્યારે ત્યાં તેને હાર્ટ એટેક આવી જવાના કારણે તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બે બોટલ દારૂ સાથે બે પકડાયા

મોરબીના લાતી પ્લોટ શેરી નં- 8 પાસેથી ડબલ સવારી એક્ટિવા નંબર જીજે 36 એએચ 0084 પસાર થઈ રહ્યું હતું ત્યારે પોલીસ દ્વારા એક્ટિવને રોકવવામાં આવ્યું હતું અને એક્ટિવા લઈને જતાં શખ્સોને ચેક કરવામાં આવ્યા હતા ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવતા પોલીસે 1,200 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા 50,000 રૂપિયાની કિંમતનું એકટીવા આમ કુલ મળીને 51,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી વિશાલભાઈ સુરેશભાઈ ઝઝવાડીયા (27) રહે. લાતી પ્લોટ શેરી નં-6 મોરબી અને અસલમભાઈ આદમભાઈ કટિયા (22) રહે. જોન્સનગર શેરી નં-8 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને બંને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News