મોરબીના લાતી પ્લોટમાં જુગાર રમતા ૩ શખ્સો ૧૧૨૦૦ ની રોકડ સાથે પકડાયા
હળવદ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જવાથી વૃધ્ધાનું મોત
SHARE
હળવદ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જવાથી વૃધ્ધાનું મોત
હળવદના ભવાનીનગર વિસ્તારમાં રહેતા વૃધ્ધા નર્મદાની કેનાલમાં ડૂબી ગયા હતા જેથી કરીને તેનું મોત નીપજયું હતું આ બનાવની જાણ પોલીસને થતા પોલીસે મૃતકની લાશને કેનાલમાથી કાઢીને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ અને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
હળવદના ભવાનીનગર લાંબીડેરી વિસ્તારમાં રહેતા વિજુબેન હેમુભાઈ જખાણીયા જાતે દેવીપુજક (ઉમર ૬૦) કોઈ કારણોસર કંસારીયા હનુમાન મંદિરની પાસે નર્મદાની કેનાલમાં ડૂબી ગયા હતા જેથી કેનાલમાં તેની લાશ દેખાતા ખેત મજુરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વૃદ્ધાના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો હાલમાં હળવદ પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરલે છે.
વાહન અકસ્માતમાં ઈજા
માળિયા-મિંયાણાના રોહીશાળા ગામના ઘનશ્યામભાઈ બીજા નામની ૪૨ વર્ષીય મહિલા બાઈક માં જતા હતા ત્યારે ગામ નજીક કેવો અકસ્માતે પડી જતા તેઓને અહીં મગજનો હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યારે સુરેન્દ્રનગરના મૂળીના રહેવાથી તારાબા રાજુભાઈ પરમાર નામના ૭૮ વર્ષીય મહિલા બાઈક ના પાછળના ભાગે બેઠા હતા દરમિયાન અકસ્માત માટે તેઓ પણ બાઇકમાંથી નીચે પડી જતાં તેઓને અત્રે આયુષ હોસ્પિટલ એ સારવાર માટે લવાયા હતા.
ઝેરી દવા પીતા લેતા સારવારમાં
કચ્છ(ભુજ) ના રાપર તાલુકાના ફતેગઢ (બેલા) ના રહેવાસી અમૃતબેન રૂડાભાઈ કોળી નામની ૨૨ વર્ષીય મહિલાએ કોઈ કારણોસર તેના ગામ ઝેરી દવા પી લેતા તેણીને અહીંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકનાં હમીરભાઈ ગોહિલે પ્રાથમિક તપાસ કરીને રાપર પોલીસને બનાવ અંગે જાણ કરી હતી.