મોરબીના વોર્ડ-૪ માં સીડીએસ બિપીન રાવત સહિતના શહીદોને અપાઈ શ્રધ્ધાંજલિ
SHARE









મોરબીના વોર્ડ-૪ માં સીડીએસ બિપીન રાવત સહિતના શહીદોને અપાઈ શ્રધ્ધાંજલિ
મોરબીના વોડૅ નં-૪ માં આવેલ સોઓરડીમાં તમામ સમાજના ભાઈઓ અને બહેનોએ ભારતીય સેનાના વડા સીડીએસ બિપીન રાવત સહિત હેલીકોપ્ટરમાં શહીદ થયેલા ૧૩ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી અને ત્યારે પ્રાર્થન કરીને બે મિનિટનું મૌન પાળ્યું હતું ત્યારે સ્થાનિક કાઉન્સિલર મનસુખભાઈ મોહનભાઇ બરાસરા, ગીરીરાજસિહ ઝાલા, જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા અને મનિષાબેન સોલંકી તેમજ માજી કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા, જયોતિસીહ જાડેજા, રમેશભાઇ ભરવાડ, હષૅદભાઇ વામજા, પંકજભાઈ પ્રજાપતી, લાલુભા ઝાલા, જયવંતસિહ જાડેજા, રામજીભાઈ વાધાણી, રમેશભાઇ ઝારીયા, મુકેશભાઇ વરીયા, જીલેશ વાધાણી, જગદીશભાઈ બાંભણિયા, ધનજીભાઇ સંખેસરીયા, ભરતભાઈ પરમાર સહિતના લોકો હાજર રહ્યા હતા
