મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રોયલ પાર્કમાં ઘરમાં પાણી નાખવા બાબતે બોલાચાલી-ઝઘડો: પડોશીએ ભાઈ-બહેનને માર માર્યો


SHARE







મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રોયલ પાર્કમાં ઘરમાં પાણી નાખવા બાબતે બોલાચાલી-ઝઘડો: પડોશીએ ભાઈ-બહેનને માર માર્યો

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રોયલ પાર્કમાં રહેતી મહિલા સાથે પાડોશમાં રહેતા મહિલાઘરમાં પાણી નાખવા બાબતે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ત્યાર બાદ તે મહિલાની નણંદને ગાળો આપીને બોલાચાલી કરીને માર મારીને મુંઢ ઇજા કરી હતી તેમજ તે મહિલાના પતિને લોખંડનો પાઈપ મારીને ઇજા કરવામાં આવી હતી જેથી ઇજા પામેલ બંને વ્યક્તિને સારવાર માટે લઈ ગયા હતા અને બાદમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલા સહિત બે વ્યક્તિ સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ હરિગુરુ પ્લાઝાની બાજુમાં રોયલ પાર્ક શેરી નં-2 માં રહેતા ડેનિશભાઈ વિઠ્ઠલભાઈ ભલાણી (30)એ રસીલાબેન અને તેના પિતાની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે, તેઓના પત્ની સાથે પાડોશી રસીલાબેને ઘરમાં પાણી નાખવા બાબતે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ત્યારે રસીલાબેને ફરિયાદીની બહેનને ગાળો આપીને બોલાચાલી કરીને માર મારી મુંઢ ઇજા કરી હતી તેમજ રસીલાબેનના પિતાએ લોખંડનો પાઈપ લઈ આવીને ફરિયાદીને મારમારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

વૃદ્ધા સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ પ્રમુખસ્વામી સોસાયટીમાં રહેતા મધુબેન લાલજીભાઈ સાણજા (62) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને હનુમાન મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઈકમાંથી પડી જવાના કારણે તેમને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી હતી

મહિલા સારવારમાં

મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા ચંદ્રિકાબેન નવીનભાઈ પરમાર (40) નામની મહિલાને તેના પતિ દ્વારા માર મારવામાં આવતા ઈજા પામેલા હાલતમાં તે મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News