ટંકારાના લજાઈ નજીક કારખાનાનો લોખંડનો દરવાજો માથામાં લાગતા ઈજા પામેલા બાળકનું મોત
વાંકાનેરના માટેલ રોડે સ્પા ભાડે રાખવાની વાતચીતમાં યુવાન સહિત બે વ્યક્તિને બે શખ્સોએ પાઇપ વડે મારમાર્યો
SHARE
વાંકાનેરના માટેલ રોડે સ્પા ભાડે રાખવાની વાતચીતમાં યુવાન સહિત બે વ્યક્તિને બે શખ્સોએ પાઇપ વડે મારમાર્યો
વાંકાનેરના માટેલ રોડ ઉપર માસ સ્પા પાસે યુવાનના કૌટુંબીક કાકા સાથે સ્પા ભાડે રાખવા બાબતે વાતચીત ચાલી રહી હતી તેવામાં સામે વાળાએ બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો જેથી યુવાન વચ્ચે પડતા તેને માથાના ભાગે પાઇપ મારીને ઇજા કરી હતી ત્યાર બાદ યુવાન અને સાહેદ બંને ત્યાં આવેલ પેટ્રોલપંપ પાસે આવેલ પાનની દુકાન પાસે જતાં રહ્યા હતા ત્યારે બંને શખ્સોએ ત્યાં આવીને યુવાન અને તેની સાથે રહેલા તેના કૌટુંબિક ભાઈને પાઇપ વડે માથા, હાથે-પગે અને શરીરે માર માર્યો હતો જેથી ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબીના મકનસર ગામ પાસે આવેલ પ્રેમજીનગર વિસ્તારમાં રામાપીરના મંદિરની પાછળના ભાગમાં રહેતા નિલેશભાઈ જયંતીભાઈ શેખવા (23)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાનાભાઈ કોળી તથા કાનાભાઈનો છોકરો એમ કુલ બે વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, વાંકાનેરના માટેલ રોડ ઉપર માસ સ્પા પાસે ફરિયાદીના કૌટુંબીક કાકા ભુપતભાઈને કાનાભાઈ સાથે સ્પા ભાડે રાખવા બાબતે વાતચીત ચાલી રહી હતી દરમિયાન કાનાભાઈએ બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો જેથી ફરિયાદી યુવાન વચ્ચે પડતા તેને માથામાં પાઇપ મારીને ઇજા કરી હતી ત્યાર બાદ ફરિયાદી અને સાહેદ ત્યાંથી નીકળીને નજીકમાં આવેલ પેટ્રોલપંપ પાસે આવેલ પાનની દુકાન પાસે પહોંચ્યા હતા અને ત્યાં પાછળથી બંને આરોપીઓએ આવીને ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને માથામાં અને વાંસાના ભાગે પાઇપ વડે માર માર્યો હતો. જ્યારે ફરિયાદીના કૌટુંબિક ભાઈ હિતેશભાઈને કાનાભાઈએ પાઇપ વડે માથામાં માર મારીને ઇજા કરીને હતી અને કાનાભાઇના દીકરાએ હિતેશભાઈને પગમાં અને શરીરે પ્લાસ્ટિકના પાઇપ મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી વી.બી.દલવાડી ચલાવી રહ્યા છે
વરલી જુગાર
મોરબીની મોટી માધાણી શેરી પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દિનેશભાઈ છત્રભૂજભાઈ કારીયા (63) રહે. રુદ્ર ફ્લેટ માધાણી શેરી મોરબી વાળા વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 520 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.