મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે ડબલ સવારી બાઇક-રીક્ષાને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત: મણકા-કમરમાં ફ્રેકચર જેવી ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં


SHARE







મોરબીના મકનસર પાસે ડબલ સવારી બાઇક-રીક્ષાને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત: મણકા-કમરમાં ફ્રેકચર જેવી ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં
 
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામ પાસેથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું અને રીક્ષા ઉભી હતી દરમ્યાન ટ્રક ચાલકે બેફિકરાયથી તેનું વાહન ચલાવીને રીક્ષા અને બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં રીક્ષામાં નુકસાની થયેલ હતી અને બાઇક ઉપર જઇ રહેલા બે વ્યક્તિઓને ફ્રેકચર જેવી ગંભીર ઇજા થયેલ હતી જેથી તે બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ ઇજાગ્રસ્ત આધેડે સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને ટ્રક ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેરના રાતાવિરડા ગામ નવાપરા વિસ્તારમાં રહેતા મોજેરામ કેશવદાસ દુધરેજીયા (55)એ ટ્રક નંબર એમપી 9 એચએચ 6919 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર મકાનસર ગામ પાસે આવેલ આરાધના કારખાના સામેની કટમાંથી ફરિયાદી તથા કરણાભાઈ ગોલતર બંને કરણાભાઇના બાઈક નંબર જીજે 13 એલ 3327 માં જઈ રહ્યા હતા જ્યારે સાહેની રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 1665 ત્યાં ઉભી હતી ત્યારે પાછળથી આરોપી તેના હવાલા વાળો ટ્રક લઈને આવ્યો હતો અને બાઇક તેમજ રિક્ષાને હડફેટે લઈને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીને મણકાના તથા પાંસળીના ભાગે ફ્રેકચર જેવી ઇજા તેમજ જમણા પગનું પંજાનું હાડકું ભાંગી ગયેલ છે અને જમણા હાથે નાના મોટી ઈજાઓ થયેલ છે જ્યારે સાહેકરણાભાઈને જમણા પગના ઢીંચણના ભાગે અને મણકાના ભાગે ઈજા થયેલ છે અને કમરમાં ફેક્ચર થયું છે અને સાહેની રિક્ષામાં નુકસાની થયેલ છે જેથી ઇજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News