મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષા તરીકે શ્રીમતિ ધનેશ્રીબેન ભટ્ટની નિમણૂક


SHARE







સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષા તરીકે શ્રીમતિ ધનેશ્રીબેન ભટ્ટની નિમણૂક

સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષા તરીકે શ્રીમતિ ધનેશ્રીબેન ભટ્ટની નિમણૂકની ઘોષણા અખિલ ભારતીય અધિવેશન, કોઇમ્તુર ખાતે કરવામાં આવી છે. આ પ્રસંગે અધિવેશનમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી 34 કાર્યકર્તાઓ ગયા હતા. તેમાં 8 સંસ્કૃત પરિવાર પણ સામેલ હતા. સંસ્કૃતા નિરાગીઓનો મહાસંગમ સંસ્કૃતભારતીના અધિવેશનમાં જોવા મળ્યો હતો.

સમગ્ર દેશ વિદેશમાંથી સંસ્કૃત પ્રેમીઓ, વિદ્વાનો, શિક્ષણવિદો, સંસ્કૃતિ રક્ષકો, સંસ્કૃત કુટુંબોએ ભાગ લીધો હતો. સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યકર્તાઓ અને સંસ્કૃત પ્રેમીઓમાં હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો ધનેશ્રીબેન ભટ્ટ ગુજરાતમાં સંસ્કૃત ભારતીની શરૂઆતથી જ સંગઠન સાથે સક્રિયપણે જોડાયેલા છે અને તેમણે સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે અથાક પ્રયાસો કર્યા છે.

ધનેશ્રીબેનનો સંસ્કૃત સેવાનો પ્રવાસ પ્રેરણાદાયી છે. તેમણે સંસ્કૃત ભારતીમાં સામાન્ય નગર સંયોજકથી લઈને પ્રાંત સ્તરના વિવિધ દાયિત્વો સફળતાપૂર્વક નિભાવ્યા છે. વિશેષ ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012થી 2024 સુધી તેમણે કેનેડામાં રહીને પણ સંસ્કૃત ભાષાના પ્રચાર માટે ઉત્કૃષ્ટ સેવાઓ આપી છે. આ દરમિયાન તેમણે વિદેશની ધરતી પર સંસ્કૃતના મૂલ્યો અને મહત્ત્વને લોકો સુધી પહોંચાડવાનું મહત્ત્વનું કાર્ય કર્યું હતું. તેમની આ સેવાઓએ સંસ્કૃત ભારતીના વૈશ્વિક વિસ્તરણમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.ધનેશ્રીબેનનો અનુભવ અને સમર્પણ સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યકર્તાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે. તેમની નવી ભૂમિકામાં તેઓ સંસ્કૃત ભાષાના પ્રચાર, સંગઠનના વિસ્તરણ અને યુવા પેઢીને સંસ્કૃત સાથે જોડવાના કાર્યને વધુ ગતિ આપશે એવી આશા છે.

આ પ્રસંગે સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ સુકાન્ત સેનાપતિજી, પ્રાંત મંત્રી પંકજભાઈ ત્રિવેદી, સહમંત્રી પ્રણવભાઈ રાજ્યગુરુ, સંસ્કૃત ભારતીના ટ્રસ્ટી વિઠ્ઠલભાઈ વાગડિયા, વલ્લભભાઈ સીદપરા, પંકજભાઈ પાંચાણી, પ્રાંત ગણના સદસ્યો તેમજ સૌરાષ્ટ્ર પ્રાંતના તમામ કાર્યકર્તાઓએ ધનેશ્રીબેનને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંત ધનેશ્રીબેનના નેતૃત્વમાં સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અને સાંસ્કૃતિક જાગૃતિના કાર્યને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે કટિબદ્ધ છે. એવું સંસ્કૃત ભારતીના પ્રાંત પ્રચાર પ્રમુખ ડો. કિશોરભાઈ શેલડીયાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.






Latest News