માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતી નિમિતે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં યોજાયો કાર્યક્રમ: 14.47 કામોની શહેરને આપી ભેટ


SHARE















મોરબીમાં ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતી નિમિતે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં યોજાયો કાર્યક્રમ: 14.47 કામોની શહેરને આપી ભેટ

મોરબીના વેજીટેબલ રોડે આવેલ પંચમુખી હનુમાનજી મંદિરની બાજુમાં આવેલ સત્સંગ હોલમાં આજે ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતી નિમિતે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ મોરબી જિલ્લાનું નામ રોશન કરનારા ખેલાડીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા અને આ ઉપરાંત મોરબી જિલ્લાને મંત્રીએ 14.47 કરોડના જુદાજુદા વિકાસ કામોની ભેટ આપી હતી.

ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં રાજ્યમંત્રી અને મોરબીના ધારાસભય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં 3.97 કરોડના 27 કામોનું ખાતમુહૂર્ત અને 10.49 કરોડના કામોનું લોકાર્પણ રાજ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યાર બાદ મોરબી જિલ્લાના આદિજાતિ સમુદાયના રમતવીરોખેલાડીઓ અને સફળ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, મોરબીના ઇન્ચાર્જ કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી કે.એસ.અમૃતિયા અને જેઠાભાઇ મિયાત્રા, તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઇ દેસાઇ, આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો.જયંતીભાઈ ભાડેશિયા, મહેશભાઇ બોપલિયા, મોરબી જિલ્લા બિલ્ડર એસો. પ્રમુખ સંતોષભાઈ સેરશિયા, મેઘરાજસિંહ ઝાલા, હસુભાઈ પંડ્યા, જે.પી.જેસવાણી, સુરેશભાઇ સીરોહિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

ખાસ કરીને આ તકે ડો.જયંતીભાઈ ભાડેશિયા, મહેશભાઇ બોપલિયા અને મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું અને ભગવાન બિરસા મુંડાએ નાની ઉમરમાં પોતાના સમાજ માટે જે કામ કર્યું હતું અને ક્રાંતિ લાવી હતી તેને સહુ કોઈએ યાદ કરીને તેઓના જીવનમાંથી આજની યુવા પેઢીને પ્રેરણા લેવા માટે આહ્વાન કર્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મોરબી શહેર તેમજ આસપાસના ઓદ્યોગીક વિસ્તારમાં રહેતા અને કામ કરતાં આદિવાસી/ આદિજાતિ સમુદાયના લોકો હાજર રહ્યા હતા. 






Latest News