સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષા તરીકે શ્રીમતિ ધનેશ્રીબેન ભટ્ટની નિમણૂક
મોરબીમાં સંસ્કાર ઈમેંજિંગ ખાતે સિદ્ધ સમાધિ યોગ SSY શિબિર યોજાશે
SHARE
મોરબીમાં સંસ્કાર ઈમેંજિંગ ખાતે સિદ્ધ સમાધિ યોગ SSY શિબિર યોજાશે
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસી ખાતે આવેલા સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે સિદ્ધ સમાધિ યોગ SSY શિબિરનું ડિસેમ્બર માહિનામાં આયોજન કરવામાં આવ્યું છે. અને તેમાં આવવા માટે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.
જીવનને પૂર્ણ કળાએ ખિલવવા, અતિ સરળ તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાણાયામ, ધ્યાન, યોગ્ય ખોરાકની સમજ, યોગાસન, આંતરિક સમજણ સદા આંનદમાં રહેવાની કળા માટે સરળ અને ઝડપી રીત છે “પંચકોષ શુદ્ધિકરણ” પોઝીટીવ મેન્ટલ હેલ્થ અને પર્સનાલીટી ડેવેલોપમેન્ટની લેટેસ્ટ મોર્ડન ટ્રેઈનીંગ જે આંતરાષ્ટ્રીય સ્તરે (S.S.Y.) શિબિરમાં ઉપલબ્ધ છે. આ શિબિરથી અનેકવિધ ફાયદાઓ થાય છે જેમકે હઠીલા રોગોમાં રાહત થાય છે અને યોગની સચોટ જાણકારી તેમજ આવડત પ્રાપ્ત થાય છે. ખાસ કરીને આ શિબિરમાં લોકોને વજન ઘટાડવા માટેની સરળ પદ્ધતિ શીખવવામાં આવશે અને આ શિબિરમા આવા માટે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે આ શિબિર આગામી તા.07/12 ને રવિવારે સાંજે 7.00 કલાકે સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે યોજાશે. જેની વધુ માહિતી માટે નવનીત કુંડારિયા (9825224898), ધ્રુવ દેત્રોજા (9913111202) અને અંબારામ કવાડીયા (9825263142) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.