મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા દિવ્યાંગ લાભાર્થીને ટ્રાઈસિકલનું વિતરણ
ઇતિહાસ રચાયો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓ પહોચ્યા વૈશ્વિક મંચ ઉપર
SHARE
ઇતિહાસ રચાયો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓ પહોચ્યા વૈશ્વિક મંચ ઉપર
મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓને વૈશ્વિક મંચ પર પહોંચીને ઇતિહાસ રચ્યો છે. તાજેતરમાં ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે યોજાયેલ I.I.M.U.N. Conference 2025 - Empowering Future Leaders એ વિદ્યાર્થીઓના જીવનમાં અનોખો આત્મવિશ્વાસ અને વૈશ્વિક દ્રષ્ટિકોણ જગાવ્યો હતો. આ બે દિવસીય કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ જુદા-જુદા દેશોના પ્રતિનિધિ બની વૈશ્વિક મુદ્દાઓ પર વિચારો વ્યક્ત કર્યા હતા અને ચર્ચા કરીને ડિબેટ દ્વારા ઉકેલ શોધવાના પ્રયાસો કર્યા હતા આ કાર્યક્રમનો ઉદ્દેશ બાળકોને નેતૃત્વ માટે તૈયાર કરવાનો હતો. ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ મોરબી જિલ્લામાં એવી પ્રથમ સંસ્થા બની છે જેણે વિદ્યાર્થીઓને I.I.M.U.N. જેવી વૈશ્વિક કૉન્ફરન્સમાં ભાગ લેવાની તક આપીને શૈક્ષણિક ક્ષેત્રમાં એક નવી દિશા આપી છે. "Every child deserves a platform to lead, learn, and inspire." વિદ્યાર્થીઓએ આ મંચ પર પોતાની બુદ્ધિ, નેતૃત્વ અને સંવાદકૌશલ્યથી સૌનું મન જીતી લીધું હતું આ પહેલ દ્વારા ન્યૂએરા ગ્લોબલ સ્કૂલએ સાબિત કર્યું છે કે એ માત્ર એક શાળા નથી પરંતુ વિચાર, આત્મવિશ્વાસ અને નવીનતાનો પ્રેરણાસ્ત્રોત છે.