મોરબીમાં મિત્ર સાથે થયેલ મનદુખનો ખાર રાખીને યુવાનને ચાર શખ્સોએ હોકી વડે મારમાર્યો
હળવદના ચરાડવા નજીક ટાઇલ્સ ભરેલ ટ્રક ટ્રેલર પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલ બાઇક ચાલક યુવાનનું ગંભીર ઇજા થવાથી મોત
SHARE
હળવદના ચરાડવા નજીક ટાઇલ્સ ભરેલ ટ્રક ટ્રેલર પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલ બાઇક ચાલક યુવાનનું ગંભીર ઇજા થવાથી મોત
હળવદના ચરાડવા પાસે આવેલ પેટ્રોલ પંપ પાસેથી યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બાજુમાંથી ટાઇલ્સ ભરેલ ટ્રક ટ્રેલર પસાર થયું હતું જેના ચાલકે કાવું મારવા જતાં ટ્રક ટ્રેલર પલટી મારી ગયું હતું અને બાઇક લઈને નીકળેલ યુવાન ઉપર ટ્રક ટ્રેલર પડ્યું હતું જેથી તેની નીચે દબાઈ જવાના લીધે યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ કરવા દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
હળવદના કડીયાણા ગામની સીમમાં દેરાસરની વાડીઓમાં રહેતા પ્રવીણભાઈ બાબુભાઈ સિહોરા (35)એ ટ્રક નંબર આરજે 2 જીબી 4428 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓનો ભાઈ અજયભાઈ બાબુભાઈ સિહોરા (26) તેનું બાઈક નંબર જીજે 36 એકે 2094 લઈને ચરાડવા ગામ પાસે આવેલ ધાવડી પેટ્રોલ પંપ નજીકથી પસાર થઈ રહ્યો હતો દરમિયાન ટ્રક ટ્રેલરના ચાલકે કાવું મારવા જતા સમયે પોતાના વાહનના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા ટાઈલ્સ ભરેલો ટ્રક ટ્રેલર પલટી મારી ગયો હતો અને તેની નીચે બાઈક સાથે ફરિયાદીનો ભાઈ દબાઈ જતા તેને માથા અને શરીરે ગંભીર ઇજા થઇ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધ આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.