વાંકાનેરમાં નજીવી વાતમાં વૃદ્ધાના ઘરમાં ઘૂસીને ઘરવખરી-બાઇકમાં તોડફોડ કરીને ઝપાટો મારી: 6 શખ્સો સામે ફરિયાદ
SHARE
વાંકાનેરમાં નજીવી વાતમાં વૃદ્ધાના ઘરમાં ઘૂસીને ઘરવખરી-બાઇકમાં તોડફોડ કરીને ઝપાટો મારી: 6 શખ્સો સામે ફરિયાદ
વાંકાનેરમાં નવાપરા વિસ્તારમાં વાસુકીદાદાના મંદિર પાસે થોડા દિવસો પહેલા યુવાનની હત્યા કરવામાં આવી હતી ત્યાં મૃતક યુવાનો ફોટો તેના મિત્રો અને સગા સંબંધી દ્વારા ત્યાં રાખવામાં આવ્યો હતો જે ફોટાને તે વિસ્તારમાં રહેતા વ્યક્તિએ તોડી નાખ્યો હતો જે બાબતનો ખાર રાખીને છ શખ્સો રીક્ષા અને બાઈકમાં વૃદ્ધાના ઘરે આવ્યા હતા અને ત્યાં બોલાચાલી તેમજ ઝઘડો કર્યો હતો અને વૃદ્ધાના ઘરનો દરવાજો, ઘરવખરી અને બાઇકમાં તોડફોડ કરીને નુકસાન કર્યું હતું અને વૃદ્ધાને બેથી ત્રણ ઝાપટો મારી હતી જેથી ભોગ બનેલ મહિલાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
વાંકાનેરના નવાપરા ખડીપરા વિસ્તારમાં રહેતા શાંતાબેન ભીમજીભાઈ રાઠોડ (60)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે તભો પાટડીયા, દીપો કોળી, કરણ પ્રજાપતિ કાનો વિજવાડિયા, વિવેક અને રોકી પરેચા રહે. બધા વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આરોપીઓના સંબંધી ધ્રુવ પ્રફુલભાઈ કેરવાડીયાની થોડા દિવસો પહેલા હત્યા કરવામાં આવી હતી. જેથી તેનો ફોટો આરોપીઓએ નવાપરામાં વાસુકીદાદાના મંદિર પાસે રાખેલ હતો જે ફોટો ફરિયાદીના દીકરા જીતેન્દ્રએ તોડી નાખેલ હતો જેનો ખાર રાખીને આરોપીઓ રિક્ષા અને બાઇક લઈને ધોકા પાઇપ જેવા હથિયાર સાથે ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ફરિયાદીના ઘરે જઈને બોલાચાલી ઝઘડો કર્યો હતો ત્યાર બાદ ગાળો આપીને વૃદ્ધાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફરિયાદીના ઘરનો દરવાજો તોડી નાખીને ઘરમાં પ્રવેશ કરીને ઘરવખરીમાં નુકસાની કરી હતી તેમજ બાઈકને ઊંધું વાળી દઈને બાઈકમાં પણ નુકશાન કર્યું હતું અને ફરિયાદીને બેથી ત્રણ ઝાપટો મારી હતી જેથી ભોગ બનેલ વૃદ્ધાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.