મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીને આજીવન સખત કેદની સજા
SHARE
મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીને આજીવન સખત કેદની સજા
મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ અને દુષ્કર્મનો કેસ મોરબીની સ્પેશ્યલ પોસ્કો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં જેમાં મદદનીસ સરકારી વકીલની દલીલો તેમજ પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને આજીવન સખત કેદની સજા તેમજ 35 હજારનો દંડ કર્યો છે.
આ કેસની મળતી માહિતી મુજબ તા. 22/4/23 ના રોજ મોરબી તાલુકા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને પોલીસે સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ મોરબીની કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું જે કેસ મોરબી જિલ્લાની સ્પેશ્યલ પોસ્કો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં જિલ્લાના મદદનીસ સરકારી વકીલ એન.ડી.કારિઆએ કરેલ દલીલ તેમજ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈને સ્પેશ્યલ પોક્સો કોર્ટના જજ કે.આર. પંડ્યાએ આરોપી કાળુભાઈ ગોપાલભાઈ તાહેદ (24) રહે.મૂળ એમપી વાળાને આજીવન સખત કેદની સજા અને તેમજ જુદીજુદી કલમ હેઠળ 35 હજારનો દંડ કર્યો હતો અને આરોપી દંડની રકમ ભરે તો તેના સહિત વિકટીમ કંપન્સેશન યોજન અંતર્ગત ભોગ બનનારને 6 લાખ સહિત 6.35 લાખ રૂપિયા આપવા માટેનો આદેશ કર્યો છે.