હળવદ: સગીરાના અપહરણના ગુનામાં 15 વર્ષે આરોપી નરાળી ગામેથી પકડાયો
મોરબી: અકસ્માત વળતરના કેસમાં 7.20 લાખ રૂપિયા વ્યાજ અને ખર્ચ સાથે ચુકાવવા ગ્રાહક કોર્ટનો આદેશ
SHARE
મોરબી: અકસ્માત વળતરના કેસમાં 7.20 લાખ રૂપિયા વ્યાજ અને ખર્ચ સાથે ચુકાવવા ગ્રાહક કોર્ટનો આદેશ
મોરબીના રહેતા વ્યક્તિએ એચ.ડી.એફ.સી. એગ્રો જનરલ ઈન્સ્યુરન્સ સામે અકસ્માત વળતર માટે જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ મારફતે કેસ દાખલ કર્યો હતો જેમાં કોર્ટે વિમા કંપનીને ૭,૨૦,૦૦૦ રૂપિયા ખર્ચ તેમજ તારીખ ૨-૧૧-૨૩ થી ૬ ટકા વ્યાજ સહીત ચુકવવાનો આદેશ કરેલ છે અને જો સમયસર રકમ ચુકવવામાં ન આવે તો ૯ ટકા લેખે વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે.
આ કેસની વિગત એવી છે કે, રવાપર મોરબીમાં રહેતા હિતેષભાઈ પ્રેમજીભાઈ સતાપરા તેની કાર લઈને તા.૮-૪-૨૩ ના રોજ જતા હતા ત્યારે કાર એકાએક બંધ પડી જતા કાબુ ગુમાવી દેતા અકસ્માત થયેલ. ઈકવીટી ઓટો પ્રા. લી. માં તપાસ કરતા રૂા. ૬,૩૭, ૪૭૧ નું નુકશાન થયા નુ જણાવવામાં આવેલ. તેમનો વીમો એચ.ડી.એફ.સી. એગ્રો જનરલ ઈન્સ્યુરન્સનો હતો વીમા કુાં. એ રેપ્યુડ લેટરથી ગીયર બોકસને નુકશાન અકસ્માતના બનાવમાં સુસંગત નથી તેમ કહી વીમાની રકમ ચુકવવાનીના પાડતા હિતેષભાઈએ મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફત મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેસ દાખલ કરેલ અને અદાલતે કહેલ કે વીમા કંપનીએ ગાડીનું પ્રીમીયમ લીધેલ છે. અકસ્માતમાં થયેલ નુકશાન ચુકવવુ પડે તેમ જણાવેલ. એચ. ડી. એફ. સી. વીમા કંપનીને રૂા. ૭,૨૦,૦૦૦ રૂા. સાત લાખ વીસ હજાર અને રૂા. ૫૦૦૦ પાંચ હજાર ખર્ચના તા.૨-૧૧-૨૩ થી ૬ ટકા વ્યાજ સાથે તેમજ સમય મર્યાદામાં ગ્રાહકને રકમ ન ચુકવે તો ૯ લેખે વ્યાજ ચુકવવાનો આદેશ કરેલ છે. અને કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાન મંત્રી રામભાઈ મહેતા (૯૯૦૪૭ ૯૮૦૪૮), ઉપપ્રમુખ હિતેષભાઈ મહેતા (૯૯૭૮૯ ૮૩૯૮૩) અને ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (૯૩૨૭૪ ૯૯૧૮૫) નો સંપર્ક કરવા જણાવ્યુ છે.