મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી: પાણી ભરેલ ડોલમાં ડૂબી જવાથી 10 માસની બાળકીનું મોત


SHARE









મોરબી: પાણી ભરેલ ડોલમાં ડૂબી જવાથી 10 માસની બાળકીનું મોત

મોરબી નજીકના ઊંચી માંડલ ગામ પાસે સિરામિક કારખાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની 10 માસની દીકરી તેઓના લેબર કવાર્ટર પાસે પાણી ભરેલ ડોલમાં ડૂબી ગઈ હતી જેથી તે બાળકીનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ બિહારના રહેવાસી અને હાલમાં મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા અરુણભાઈ બ્રિજેન્દ્રભાઈ ચૌધરીની 10 માસની દીકરી પ્રિયાંશુકુમારી લેબર ક્વાર્ટર પાસે પાણી ભરેલ ડોલમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ.ગરીયા દ્વારા કરવામાં આવી હતી વધુમાં મળતી માહિતી પ્રમાણે મૃતક બાળકીની માતા તેઓના કવાર્ટરમાંથી નીચે કામ કાજે ગયા હતા ત્યારે ત્રીજા માળ ઉપર બાળકી તેના લેબર કવાર્ટર પાસે હતી ત્યારે ત્યાં પાણીની ડોલમાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું.

અકસ્માતમાં ઇજા

વાંકાનેરના જામસર ગામે રહેતા મેહુલભાઈ રમેશભાઈ દંતેશરિયા (17) નામનો યુવાન બાઇક લઈને જતો હતો ત્યારે શિવપુર ગામ નજીક સ્કોર્પિયો ગાડીના ચાલકે બાઈકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

અકસ્માતમાં ઇજા

મોરબીના પીપળી ગામે રહેતા ભાણજીભાઈ જેઠાભાઈ જેઠલોજા (60) નામના વૃદ્ધ હાર્ડવેરની દુકાને બાઇક લઈને જઈ રહ્યા હતા દરમિયાન રસ્તામાં ગાય આડી આવતા બાઈક તેની સાથે અથડાતા અકસ્માત થયો હતો જે બનાવમાં તેઓને ડાબા પગમાં ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

માળીયા (મી)ના ભાવપર ગામે રહેતા ભાવેશભાઈ વીરજીભાઈ ચાવડા (31) નામનો યુવાન ગાળા અને ગૂંગણ ગામ વચ્ચેથી બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન સાથે બાઈક અથડાતાં અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.




Latest News