મોરબીના ઘૂંટુ ગામે SIR ની કામગીરીમાં સરળતા માટે યુવાનો જોડાયા
SHARE
મોરબીના ઘૂંટુ ગામે SIR ની કામગીરીમાં સરળતા માટે યુવાનો જોડાયા
ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હેઠળ તા. 04/11 થી 04/12 સુધીમાં ફોર્મ ભરવાની કામગીરી કરવાની છે આ કામગીરી સરકારી શાળાના શિક્ષકોને બીએલઓ તરીકે સોંપવામાં આવી છે જો કે, લોકોની પાસે ફોર્મ ભરવા માટેની પૂરતી માહિતી ન હોવાથી ફોર્મ ભરવામાં લોકોને મુશ્કેલી પડતી હતી જેથી ઘૂંટુ ગામના જાગૃત યુવાનોએ ગામનાં મતદારોને SIR ના ફોર્મ ભરવામાં સરળતા રહે તેના માટે ફોર્મ ભરવાની કામગીરીમાં સહયોગ આપવાના સંકલ્પ કર્યો હતો અને બીએલઓના માર્ગદર્શન હેઠળ ગામના યુવાનો તે કામમાં જોડાયા હતા. અને લોકોના ફોર્મ ભરવામાં મદદ કરી હતી.