મોરબીના ઘૂંટુ ગામે SIR ની કામગીરીમાં સરળતા માટે યુવાનો જોડાયા
મોરબીમાં ચિઠ્ઠી વડે નંબર આપ્યા બાદ સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો
SHARE
મોરબીમાં ચિઠ્ઠી વડે નંબર આપ્યા બાદ સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જવામાં આવેલ હોય ભોગ બનનાર સગીરાની માતા દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે એક ઇસમની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અપહરણ-પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરેલ છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસસુત્રો દ્રારા પ્રાપ્ત માહીતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવેલ છે.થોડા દિવસો પહેલા સગીરાના રહેણાંક વિસ્તારમાં મેલડી માતાજીના માંડવાનું આયોજન થયેલ હતુ.તે સમયે મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં રહેતો રાજ ઉર્ફે ધુલો સવશીભાઈ કુંવરીયા ત્યાં આવ્યો હતો અને યુવતી સગીરવયની હોવાનું જાણતો હોવા છતાં ચીઠ્ઠીમાં પોતાના નંબર લખીને સગીરાને તે ચીઠ્ઠી આપેલ હતી.બાદમાં લગ્નની લાલચ આપીને ગત તા.૧૧-૧૧-૨૫ ના વહેલી સવારે છએક વાગ્યાના અરસામાં સગીરાનું અપહરણ કરી જવામાં આવ્યુ હતુ.જેથી ભોગ બનનાર સગીરાની માતાએ રાજ કુંવરીયાની સામે ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ વી.એન.પરમારે અપહરણ, પોકસો સહીતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.હાલ સગીરાની ભાળ મેળવવા તથા આરોપીને પકડી પાડવા પોલીસે જુદીજુદી દિશામાં તપાસ હાથ ધરેલ છે.