મોરબીમાં ચિઠ્ઠી વડે નંબર આપ્યા બાદ સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો
મોરબીના વેપારી યુવાનને ખાતરના ગ્રાહક શોધી દેવાનું કહીને 1.72 કરોડની ઠગાઈના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
SHARE
મોરબીના વેપારી યુવાનને ખાતરના ગ્રાહક શોધી દેવાનું કહીને 1.72 કરોડની ઠગાઈના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
મોરબીમાં રહેતા વેપારી યુવાનને કોકોપિટ ખાતર નું ફોરેનમાં એક્સપોર્ટ કરવું હતું જેથી ગૂગલમાં સર્ચ કરતા જુદી જુદી બે કંપની ના મેનેજર અને કર્મચારીઓ તેઓના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ તેને ગ્રાહક ગોતી આપવાનું અને હોંગકોંગની કંપની સાથે ડીલ કરવાનું કહીને ડોક્યુમેન્ટેશન અને રજીસ્ટ્રેશનના બહાને સમયાંતરે કુલ મળીને 1,72,88,400 ની ઠગાઈ કરવામાં આવી હતી જેથી વેપારી યુવાન દ્વારા મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 6 શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામા આવી હતી જે ગુનામાં પોલીસે હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે.
મોરબીમાં રવાપર ગામ પાસે બોની પાર્ક સોસાયટી આવેલ આંગન પેલેસમાં રહેતા વેપારી યુવાને દેવેન્દ્રભાઈ નરસીભાઈ દેત્રોજા (35) એ અગાઉ મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે મેનેજર પારસ સિંગલા તથા કર્મચારી પ્રવીણ બંસલ, ધનંજય શર્મા, રોબર્ટ વિલિયમ્સ, હેનરી અને હાર્વી નામના છ શખ્સો સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે રાજકોટના મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં તેઓની એવિયર ઇમ્પેક્ષ નામની કંપની આવેલ છે અને તેઓ દ્વારા તૈયાર કરવામાં આવતા કોકોપિટ ખાતરનું ફોરેનમાં એક્સપોર્ટ કરવું હતું જેથી તેમના દ્વારા ઓનલાઈન ગૂગલમાં સર્ચ કરવામાં આવતા ટ્રેડ ફંડામેન્ટલ પ્રાઇવેટ લિમિટેડ કંપની તથા જીબીએફએસ વિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો સંપર્ક થયો હતો અને તેના મેનેજર તથા કર્મચારી અને ફોરેનની પાર્ટીના નામે તમામ આરોપીઓએ ફરિયાદી સાથે વાતચીત કરી હતી દરમિયાન ગત તારીખ 20 /1/ 23 થી 8 /9/ 25 દરમિયાન ફરિયાદી પાસેથી સમયાંતરે કુલ મળીને 1,72,88,400 ની રોકડ મેળવી લેવામાં આવી હતી અને ગ્રાહક ગોતી આપવાનું તથા હોંગકોંગની એસીબીએસ ટ્રેડિંગ નામની કંપનીમાં ડીલ કરવાનું કહીને તેની સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો જેથી યુવાન દ્વારા મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઇટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી.
આ ગુનાની તપાસ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ. વસાવાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી હતી અને અગાઉ પોલીસે આરોપી ધનંજય પ્રદીપભાઈ શર્મા રહે. દિલ્હી વાળાની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે જયકીશન ભાનારામ સિંગલા (52) રહે. સેકટર નં. 21 પોકેટ નં. 2, મકાન નં. 8, રોહીણી, ન્યુ દિલ્હી વાળાની ધરપકડ કરેલ છે. વધુમાં મળતી માહિતિ મુજબ તપાસનીસ અધિકારી ટીમ બનાવીને દિલ્હી તપાસ કરતા મુખ્ય આરોપીએ ફ્રોડ કરીને મેળવેલ નાણા પોતાના પિતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. જેથી દિલ્હી ખાતે જઈને આરોપીને પકડી લાવીને સાયબર ક્રાઇમ પોલીસની ટીમે આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.