મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં પરિણીતાએ અણધાર્યું પગલું ભર્યું
SHARE
મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં પરિણીતાએ અણધાર્યું પગલું ભર્યું
મોરબીના ગાળા ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની પત્નીએ કોઈ કારણોસર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબીના ગાળા ગામની સીમમાં આવેલ રિયોગ્રેનાઈટો સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા કમલ મોરેના પત્ની રીંકુબેન (22)એ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની પ્રાથમિક તપાસ એલ.આર.ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી અને મૃતક મહિલાને સંતાનમાં એક બાળક હોય તેણે કયા કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં પોલીસે આગળની તપાસ કરી રહી છે.
બાઈક સ્લીપ
મોરબીમાં રહેતા જેનમભાઈ દીપકભાઈ કલાડિયા (23) નામનો યુવાનો બાઇક લઈને મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ઓમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
બાઈક સ્લીપ
મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલ વૃંદાવન પાર્કમાં પરિશ્રમ એપાર્ટમેન્ટમાં રહેતા સિદ્ધાંત ભરતભાઈ જસાણી નામના વ્યક્તિ બાઈક લઈને મહેન્દ્રસિંહજી હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ વ્યક્તિને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે









