મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં પરિણીતાએ અણધાર્યું પગલું ભર્યું


SHARE







મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં પરિણીતાએ અણધાર્યું પગલું ભર્યું

મોરબીના ગાળા ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની પત્નીએ કોઈ કારણોસર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબીના ગાળા ગામની સીમમાં આવેલ રિયોગ્રેનાઈટો સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા કમલ મોરેના પત્ની રીંકુબેન (22)એ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની પ્રાથમિક તપાસ એલ.આર.ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી અને મૃતક મહિલાને સંતાનમાં એક બાળક હોય તેણે કયા કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં પોલીસે આગળની તપાસ કરી રહી છે.

બાઈક સ્લીપ

મોરબીમાં રહેતા જેનમભાઈ દીપકભાઈ કલાડિયા (23) નામનો યુવાનો બાઇક લઈને મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ઓમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

બાઈક સ્લીપ

મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલ વૃંદાવન પાર્કમાં પરિશ્રમ એપાર્ટમેન્ટમાં રહેતા સિદ્ધાંત ભરતભાઈ જસાણી નામના વ્યક્તિ બાઈક લઈને મહેન્દ્રસિંહજી હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ વ્યક્તિને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News