મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં પરિણીતાએ અણધાર્યું પગલું ભર્યું
હળવદના જુના ઇસનપુર નજીક પાણી પીવા ગયેલ યુવતીનો પગ લાપસી જતાં કેનાલના પાણીમાં ડૂબી જવાથી મોત
SHARE
હળવદના જુના ઇસનપુર નજીક પાણી પીવા ગયેલ યુવતીનો પગ લાપસી જતાં કેનાલના પાણીમાં ડૂબી જવાથી મોત
હળવદના જુના ઇસનપુર અને નવા ઇસનપુર ગામની વચ્ચેથી પસાર થતી કેનાલમાં પાણી પીવા માટે ગયેલ યુવતીનો અકસ્મતે પગ લાપસી જતા તે કેનાલના પાણીમાં ડૂબી ગઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની મૃતક યુવતીના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ હળવદના મયાપુર ગામના રહેવાસી અને હાલમાં નવા ઇસનપુર ગામે રહેતા આશિષભાઈ વશરામભાઈ જાદવની 18 વર્ષની દીકરી વિધિબેન સાંજના સમયે વાડીએથી ઘરે પરત આવી રહી હતી ત્યારે રસ્તામાં જુના ઇસનપુર અને નવા ઇસનપુર ગામ વચ્ચે આવેલ કેનાલમાં પાણી પીવા માટે તેને ગઈ હતી દરમિયાન અકસ્માતે તેનો પગ લપસતા તે કેનાલના પાણીમાં પડી ગઈ હતી અને પાણીમાં ડૂબી જવાના કારણે વિધિબેન જાદવનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવતીના પિતા આશિષભાઈ જાદવ (42)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
મોરબીના પીપળી ગામ પાસે આવેલ ઉમિયાનગર સોસાયટીમાં રહેતા વિજયાબેન કાનજીભાઈ સરસાવાડીયા (81) નામના વૃદ્ધા રિક્ષામાં જતા હતા ત્યારે બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલ વૃદ્ધાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
અકસ્માતમાં ઇજા
મોરબીમાં રફાળેશ્વર નજીક બાઇક અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં અમૃતભાઈ કટારીયા (36) અને રાજલ અમૃતભાઈ કટારીયા (13) નામના બે વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.