હળવદના જુના ઇસનપુર નજીક પાણી પીવા ગયેલ યુવતીનો પગ લાપસી જતાં કેનાલના પાણીમાં ડૂબી જવાથી મોત
બોગસ બિલટી આધારે દારૂની હેરાફેરી ?: મોરબીમાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી 1.23 લાખનો દારૂ કબ્જે, આરોપીઓની શોધખોળ
SHARE
બોગસ બિલટી આધારે દારૂની હેરાફેરી ?: મોરબીમાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી 1.23 લાખનો દારૂ કબ્જે, આરોપીઓની શોધખોળ
મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ હોટલની પાછળના ભાગમાં ભારત રોડ વે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની 60 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 1,23,480 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને હાલમાં દારૂનો જથ્થો મોકલાવનાર તથા મંગાવનાર તેમજ તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીમાં ત્રાજપર ચોકડી નજીક આવેલ ટી.કે. હોટલની પાછળના ભાગમાં આવેલ ભારત રોડ વે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની મોટી 60 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1,23,480 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને બનાવટી બિલ્ટીનો ઉપયોગ કરી ભારત રોડ વે નામના ટ્રાન્સપોર્ટ મારફતે રામદેવસિંહ રહે. રાયસીંગપર તાલુકો મુળી વાળાએ દારૂનો મુદ્દામાલ મંગાવ્યો હતો અને આ મુદ્દામાલ ટ્રાન્સપોર્ટથી ભરવા માટે આરોપી આવેલ ન હતો અને આ દારૂનો મુદ્દામાલ મોકલાવનાર તરીકે મોબાઇલ નંબર 7265009589 ના ધારકનું નામ સામે આવ્યું છે જેથી કરીને આ બંને તેમજ તપાસમાં જેના નામ સામે આવે તેને પકડવા માટે હાલમાં બી ડિવિઝન પોલીસ દ્વારા આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે
સાપ કરડી જતાં સારવારમાં
ટંકારા તાલુકાના મીતાણા ગામે હસમુખભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ગલાભાઈ ડામોરના 9 વર્ષના દીકરા જગદીશભાઈને સાપ કરડી જતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.









