હળવદના ચરાડવા ગામે પોથીયાત્રામાં જોડાયેલા વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેનની ચોરી
SHARE
હળવદના ચરાડવા ગામે પોથીયાત્રામાં જોડાયેલા વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેનની ચોરી
હળવદના ચરાડવા ગામ પાસે આવેલ મહાકાળી આશ્રમ નજીક પોથીયાત્રામાં જોડાયેલા વૃદ્ધાના ગળામાંથી સોનાના એકથી દોઢ તોલાના ચેનની અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી છે. જેથી ભોગ બનેલ વૃદ્ધાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
હળવદના ચરડવા ગામે પારદેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતા તખુબેન ઓધવજીભાઈ સોનાગ્રા (60) નામના વૃદ્ધાએ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ગત તા. 31/10 ના રોજ ચરાડવા ગામ પાસે આવેલ મહાકાળી આશ્રમ નજીક પોથીયાત્રામાં તેઓ જોડાયા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેઓએ ગળામાં પહેરેલ એકથી દોઢ તોલાના ચેનની ચોરી કરેલ છે જેથી કરીને 40 હજારની કિંમતના ચેનની ચોરી થઈ હોવાની વૃદ્ધાની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
અકસ્માતમાં ઇજા
લતીપર વાડી વિસ્તારમાં રહેતા મુકેશભાઈ અદનાનભાઈ અજનાર (30) નામના યુવાનને રોહીશાળા અને જોધપર (ઝાલા) ગામ વચ્ચે વાહન અકસ્માતના બનાવમાં ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે યુવાનને રાજકોટ ખસેડવામાં આવેલ છે. અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર સાપર ગામ નજીક ટ્રક ચાલકે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો. જે બનાવમાં મુન્નાભાઈ ભરતભાઈ ડામોર (21), વિક્રમ બેડા (35) અને સરવણ શાંતિલાલ બેડા (30) રહે. થાન જાંબુવાન વાળાઓને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી મુન્નાભાઈ ડામોરને વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે