હળવદના ચરાડવા ગામે પોથીયાત્રામાં જોડાયેલા વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેનની ચોરી
મોરબીમાં 852 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી રેઢી મળી !: 10.08 લાખનો મુદામાલ કબ્જે, આરોપીની શોધખોળ
SHARE
મોરબીમાં 852 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી રેઢી મળી !: 10.08 લાખનો મુદામાલ કબ્જે, આરોપીની શોધખોળ
મોરબીના રણછોડનગર મેઇન રોડ ઉપર જલારામ પાર્ક અને અમૃતપાર્ક વચ્ચેથી પસાર થતી ઇકો કારને રોકવા માટેનો એલસીબીની ટીમ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે ઇકો કારના ચાલકે પોતાની કારને મારી મૂકી હતી અને આગળના ભાગમાં જઈને કારને છોડીને વાહન ચાલાક ત્યાંથી નાસી છૂટ્યો હતો ત્યાર બાદ એલસીબીની ટીમ દ્વારા કારને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની નાની મોટી કુલ મળીને 852 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 5,88,000 ની કિંમતનો દારૂ તથા મોબાઈલ ફોન અને કાર મળીને 10,08,000 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે અને હાલમાં વાહન છોડીને નાસી છૂટેલા વાહન ચાલક સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઈશ્વરભાઈ કલોતરા, ભરતભાઈ જીલરીયા અને વિક્રમભાઈ રાઠોડને ખાનગી રહે હકીકત મળી હતી કે, મોરબીના રણછોડનગર વિસ્તાર પાસે આવેલ શાંતિવન સ્કૂલ તરફથી ઇકોગાડી નંબર જીજે 3 એનકે 3973 માં ઇંગલિશ દારૂનો જથ્થો ભરીને વાહન ચાલક પસાર થવાનો છે જેથી એલસીબીની ટીમ દ્વારા ત્યાં વોચ રાખવામાં આવી હતી ત્યારે મળેલ બાતમી મુજબની કાર ત્યાંથી પસાર થઈ રહી હોય તેને રોકવા માટેનો પ્રયાસ એલસીબીની ટીમે કર્યો હતો જો કે, કાર ચાલકે કાર ઉભી રાખી ન હતી અને પોતાની કારને ફૂલ સ્પીડમાં ત્યાંથી ભગાવીને લઈ જઈને થોડે આગળ કારને છોડીને કારચાલક નાસી ગયો હતો જે કારને એલસીબીની ટીમ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની મોટી 276 તથા નાની 576 આમ કુલ મળીને 852 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 5.88 લાખનો દારૂનો જથ્થો તથા 20,000 રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન અને 4 લાખની કાર આમ કુલ મળીને 10.08 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે આગળની તજવીજ શરૂ કરેલ છે.
વૃદ્ધ સારવારમાં
મોરબીમાં આવેલ ઋષભ સોસાયટીમાં રહેતા અમરસીભાઈ ગંગારામભાઈ વામજા (74) નામના વૃદ્ધ બાઈકમાં જતા હતા ત્યારે જેલ રોડ ઉપર સ્મશાન નજીક બાઇક સ્લીપ થવાને કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
વૃદ્ધ સારવારમાં
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ભગવતી પાર્ક સોસાયટીમાં રહેતા રજનીકાંત પોપટભાઈ પટેલ (58) નામના વૃદ્ધ રવાપર ચોકડી પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે બાઈક સ્લીપ થયું હતું જેથી તેઓને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
મહિલા સારવારમાં
માળીયા મીયાણા તાલુકાના ફતેપર ગામે રહેતા બંસીબેન વરજાંગભાઈ વિરડા નામના મહિલાએ કોઈ કારણોસર પોતે પોતાના ઘરે હતા ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.









