મોરબીમાં 852 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી રેઢી મળી !: 10.08 લાખનો મુદામાલ કબ્જે, આરોપીની શોધખોળ
મોરબીના પીલુડી ગામના ખેડૂતને ખાનગી કંપનીનો ત્રાસ: સહપરિવાર આપઘાત કરવાની ચીમકીનો વીડિયો થયો વાયરલ
SHARE
મોરબીના પીલુડી ગામના ખેડૂતને ખાનગી કંપનીનો ત્રાસ: સહપરિવાર આપઘાત કરવાની ચીમકીનો વીડિયો થયો વાયરલ
મોરબીના પીલુડી ગામે રહેતા ખેડૂતનો ગઇકાલે સોશયલ મીડિયામાં એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ખાનગી કંપની સામે હાઇકોર્ટમા મેટર ચાલી રહી છે તો પણ તેના ખેતરમાં ઘૂસીને ખાનગી કંપનીના માણસો દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે જેથી ખાનગી કંપનીના ત્રાસથી કંટાળીને સંતાનો સાથે સામૂહિક રીતે ઝેરી દવા પીને આપઘાત કરવાની ખેડૂતે ચિમકી ઉચ્ચારી છે.
મોરબીના પીલુડી ગામે રહેતા રામદેવસિંહ જાડેજા નામના ખેડૂતોનો વિડીયો વાયરલ થયો હતો જેમાં તે બોલે છે કે, તે પોતે પીલુડી ગામના છે અને અદાણી કંપની વાળા વારંવાર ટોર્ચર કરે છે અને તેના ત્રાસથી કંટાળીને કોઈ રસ્તો રહ્યો નથી જેથી કરીને પોતે અને તેના બે દીકરા અને પત્ની સામૂહિક રીતે ઝેરી દવા પી લેશે. તે પોતે તેના બાળકને સ્કૂલથી લેવા આવ્યા હતા ત્યારે બલ્ક પણ તેની સાથે તેની કારમાં બેઠો હતો જેમાં બાળકને તે પૂછે છે કે “ મરી જવું છે ને તો બાળક પણ હા બોલી રહ્યો છે”. આમ ખાનગી કંપનીના ત્રાસથી તે કંટાળી ગયેલ છે તેવો વિડીયો હાલમાં સોશિઅલ મીડિયામાં વાયરલ થયો છે અને વધુમાં મળતી માહિતી મુજબ સ્થાનિક અધિકારીઓને રજૂઆત કરેલ છે તો પણ કોઈ સહકાર આપતું નથી અને આ મેટર હાઇકોર્ટમા ચાલી રહી છે તો પણ ખાનગી કંપનીના માણસો ત્યાં આવીને કામ કરી છે જેથી કરીને ખેડૂતે હાલમાં સામૂહિક રીતે આપઘાત કરવાની ચીમકી સાથેનો વિડીયો બનાવેલ છે.