મોરબીના પીલુડી ગામના ખેડૂતને ખાનગી કંપનીનો ત્રાસ: સહપરિવાર આપઘાત કરવાની ચીમકીનો વીડિયો થયો વાયરલ
વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્યની હાજરીમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે એકતા યાત્રા યોજાઈ
SHARE
વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્યની હાજરીમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે એકતા યાત્રા યોજાઈ
દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં આજે ધારાસભ્યની આગેવાની હેઠળ અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં એકતા યાત્રા યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ સહિતના લોકો જોડાયા હતા.
દેશભરમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં આવતી વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં આજે એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, માજી ધારાસભ્ય વર્ષબેન દોશી, વાંકાનેરના પ્રાંત અધિકારી અને ડીવાયએસપી સહિતના અધિકારીઓએ અને કર્મચારીઓ તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો જોડાયા હતા વાંકાનેર નજીક આવેલ કિરણ સિરામિક ખાતેથી એકતા પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને ટાઉન હૉલ ખાતે એકતા યાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વાંકાનેર નગરપાલિકાના પ્રમુખશ્રી ડિમ્પલબેન સોલંકી, વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી ડો.વિપુલ સાકરીયા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી સમીર સારડા, મામલતદાર કે.વી. સાનિયા, વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સેરૈયા, તાલુકા વિકાસ અધિકારી પાયલબેન ચૌધરી, ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રામાં અગ્રણીઓ, પદાધિકારીઓ/અધિકારીઓ તથા નાગરિકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.