મોરબી : વાંકાનેરના ગારીડા ગામે દવા પી ગયેલ સગીરાનું સારવાર દરમિયાન મોત
મોરબીના વજેપર 602 જમીન કૌભાંડમાં પકડાયેલ આરોપીમાંથી 3 આરોપીના શરતી જામીન મંજૂર: એક આરોપીએ હાઇકોર્ટમાંથી અરજી વિડ્રો કરી
SHARE
મોરબીના વજેપર 602 જમીન કૌભાંડમાં પકડાયેલ આરોપીમાંથી 3 આરોપીના શરતી જામીન મંજૂર: એક આરોપીએ હાઇકોર્ટમાંથી અરજી વિડ્રો કરી
મોરબી સહિત ગુજરાતમાં ચકચારી બની ગયેલ વજેપર 602 જમીન કૌભાંડમાં પકડાયેલ આરોપીઓમાંથી ચાર આરોપીઓએ હાઇકોર્ટમાંથી જામીન મેળવવા માટે અરજી કરી હતી.જેમાં આરોપીના વકીલે કરેલ દલીલ અને રજૂ કરેલા જુદીજુદી કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને હાઈકોર્ટે એક મહિલા સહિત ત્રણ આરોપીના જામીન મંજૂર કર્યા છે જો કે, એક આરોપીએ હાઇકોર્ટમા કરેલ અરજીને વિડ્રો કરેલ છે.
મોરબીમાં રહેતા ભીમજીભાઇ નકુમએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે વજેપર 602 જમીન કૌભાંડની ફરિયાદ કરી હતી.જેમાં તેના પિતાના નામની જમીનને બોગસ વારસાઈ આંબાના આધારે અજાણી મહિલાને વારસદાર બનાવવામાં આવી હતી અને કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા માટેનું કૌભાંડ કરવામાં આવ્યું હતું જે ગુનામાં પોલીસે બે મહિલા સહિત કુલ 6 આરોપીઓને પકડીને જેલ હવાલે કર્યા હતા જે પૈકી શાંતાબેન પરમારના પહેલા હાઇકોર્ટમાંથી જમીન મંજૂર થયા હતા
ત્યાર બાદ આ ગુનામાં પકડાયેલ હેતલબેન ભોરણિયા, ભરત દેગામા, સાગર સાવધાર અને અતુલ જોશીએ હાઈકોર્ટમાંથી જામીન મેળવવા માટે તેઓના વકીલ મારફતે અરજી કરી હતી.જેમાં આરોપીઓના વકીલે કરેલી દલીલ અને જુદી-જુદી કોર્ટના ચુકાદાઓને ધ્યાને રાખીને કોર્ટે આરોપી હેતલબેન ભોરણિયા, ભરત દેગામા અને સાગર સાવધારના શરતોને આધીન જામીન મંજૂર કર્યા છે જો કે, આ ગુનામાં પકડાયેલ અતુલ જોશીએ જામીન માટે હાઇકોર્ટમા કરેલ અરજીને વિડ્રો કરેલ છે.તેવી માહિતી વકીલ પાસેથી જાણવા મળેલ છે.
આ કેસમાં આરોપી હેતલબેન ભોરણીયાના વકીલ તરીકે મોરબીના સિનિયર વકીલ દિલીપભાઈ અગેચણીયા, હરિસિંહ સોઢા, જીતેન ડી.અગેચણીયા, કુલદીપ જિંજવાડીયા, રવી ચાવડા, મહેશ્વરી મકવાણા રોકાયેલ હતા.જયારે આરોપી ભરત પોલજીભાઈ દેગામાના વકીલ તરીકે હરીસીંહ વી.સોઢા, જે.ડી.સોલંકી, કલ્પેશ ડી.સંખેસરીયા, જયેશ પટેલ. મયુર ડી.ઉભડીયા, પી.ડી.પરમાર, એન.પી.ચાવડા, જે.એસ.વાઢેર, એચ.એલ.ચાવડા, દીપક મકવાણા, વિરેન્દ્રસિંહ રાઠોડ, વી.બી.છનીયારા, એ.એસ.અમૃતીયા, હીના સાગઢીયા રોકાયેલ હતા.