મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં ૨૦ નવેમ્બરે એકતા પદયાત્રા યોજાશે
SHARE
મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં ૨૦ નવેમ્બરે એકતા પદયાત્રા યોજાશે
મોરબી વિધાનસભા મતવિસ્તારમાં ૨૦ નવેમ્બરે એકતા પદયાત્રા યોજાશે. અને ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદાર પટેલનું સ્ટેચ્યુથી એકતા પદયાત્રા શરૂ કરવામાં આવશે અને મોરબીમ આવેલ મણીમંદિર ખાતે તેને પૂર્ણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વધુને વધુ લોકોને જોડાવવા માટે કલેકટર સ્વપ્નિલ ખરેએ અનુરોધ કર્યો છે.
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતીની સમગ્ર ગુજરાત રાજ્યની સાથે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં યોજાઈ રહેલા કાર્યક્રમ અન્વયે મોરબી વિધાનસભા મત વિસ્તારમાં એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યમંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજર રહેવાના છે. અને આગામી ૨૦ નવેમ્બરના રોજ સવારે ૯:૦૦ કલાકથી મોરબીમાં સરદાર પટેલના સ્ટેચ્યુ, નવા બસ સ્ટેન્ડથી મણીમંદિર સુધી એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રામાં વધુને વધુ જોડાવવા જિલ્લાવાસીઓને જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.