મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં ૨૦ નવેમ્બરે એકતા પદયાત્રા યોજાશે
મોરબી નજીક કારખાનામાં લાગેલ આગ 8 કલાકે કાબુમાં આવી: ઉદ્યોગકારને મોટું નુકશાન
SHARE
મોરબી નજીક કારખાનામાં લાગેલ આગ 8 કલાકે કાબુમાં આવી: ઉદ્યોગકારને મોટું નુકશાન
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પેપર મિલના ગ્રાઉન્ડમાં વેસ્ટ પેપરનો જથ્થો પડ્યો હતો તેમાં કોઈ કારણસર આગ લાગવાનો બનાવ બન્યો હતો અને જે બનાવની તાત્કાલિક મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કારખાનામાં લાગેલ આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચાલુ કર્યો હતો. અને અંદાજે 8 કલાકે આગ કાબુમાં આવી ગયેલ છે.
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પાર્થ પેપર મિલ નામના કારખાનાની અંદર ગ્રાઉન્ડમાં પડેલ વેસ્ટ પેપરમાં જથ્થામાં મંગળવારે બપોરના સમયે કોઈ કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો અને આગમા વેસ્ટ પેપરનો મોટો જથ્થો જપેટમાં આવી ગયો હતો જેથી આ બનાવની મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ફાયર ફાઈટર સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કારખાનાના ગ્રાઉન્ડમાં પડેલા વેસ્ટ પેપરના જથ્થામાં લાગેલી આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા અને અંદાજે 8 કલાક સુધી સતત પાણીનો મારો કરીને વેસ્ટ પેપરમાં લાગેલ આગને કાબુમાં લેવામાં આવેલ છે અને આ આગ લાગવાના લીધે કારખાનેદારને મોટું નુકશાન થયું છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીની આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો આવેલા છે તેમ છતાં પણ અહીં ફાયરની અધ્યતન સુવિધા ન હોવાથી ટાંચા સાધનોથી આગ અકસ્માતનો બનાવ બને ત્યારે બચાવ રાહતની કામગીરી કરવામાં આવે છે અને કોઈપના સ્થળે આગ લાગે ત્યારે આગ કાબુમાં આવે ત્યાં સુધી ઉદ્યોગકારોને લાખો કરોડોનું નુકશાન સહન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી તે હક્કિત છે.